ગુજરાત

gujarat

ETV Bharat / state

Bogus Billing Scam: GST વિભાગે બોગસ બિલિંગ કૌભાંડના માસ્ટર માઈન્ડની કરી ધરપકડ

ગુજરાત જીએસટી વિભાગે નડીયાદથી બોગસ બિલિંગ કૌભાંડના માસ્ટર માઈન્ડ ઈરફાન શબ્બીર હુસૈન કાઝીની ધરપકડ કરી છે. આ આરોપીએ 10 બનાવટી પેઢીઓ ઊભી કરી 83 કરોડ રૂપિયાના બિલો બનાવી 15 કરોડ રૂપિયાની ખોટી વેરાશાખ પાસઓન કરી હતી.

By

Published : Feb 28, 2023, 9:57 PM IST

Bogus Billing Scam: GST વિભાગે બોગસ બિલિંગ કૌભાંડના માસ્ટર માઈન્ડની કરી ધરપકડ
Bogus Billing Scam: GST વિભાગે બોગસ બિલિંગ કૌભાંડના માસ્ટર માઈન્ડની કરી ધરપકડ

અમદાવાદઃગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ બોગસ બિલીંગનો ખાત્મો કરવા સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારે ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ આર્થિક ગુનાઓ આચરતા ગુનેગારોને શોધી તેમને નાશ કરવા કડક હાથે કાર્યવાહી હાથ ધરી રહ્યું છે.

આ પણ વાંચોઃબુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં બોગસ દસ્તાવેજોને આધારે વળતર મેળવનાર 3 ભેજાબાજો ઝડપાયા

તપાસમાં થયો ખુલાસોઃ અગાઉ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ-ચકાસણીની કાર્યવાહીમાં નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તેમાં જાણવા મળ્યું હતું કે, ઈરફાન શબ્બીર હુસૈન કાઝીએ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકોને આર્થિક પ્રલોભન આપ્યું હતું. તેમ જ તેઓના આધાર કાર્ડ, પાન કાર્ડ, લાઇટ બિલ વગેરે જેવા દસ્તાવેજી પુરાવાઓ મેળવી તેમના નામે પેઢીઓ ઊભી કરવા ભાડા કરાર વગેરે કરાવી બેન્ક ખાતાઓ ખોલાવી જીએસટી નંબર મેળવી લીધા હતા.

માસ્ટર માઈન્ડની ધરપકડઃ અત્યાર સુધીની ધ્યાને આવેલી તપાસમાં માસ્ટર માઈન્ડ ઈરફાન શબ્બીર હુસૈન કાઝી દ્વારા ગુજરાત રાજયમાં કુલ 10 બોગસ પેઢીઓ ઊભી કરવામાં આવી છે. ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ જીએસટી નંબર મેળવી રાષ્ટ્રવ્યાપી બિલીંગ કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ પેઢીઓ થકી ઈરફાન શબ્બીર હુસૈન કાઝી દ્વારા માલ/સેવાના ખરેખર આપ-લે વિના ફક્ત પેપર ટ્રાન્ઝેક્શન દર્શાવી 83 કરોડ રૂપિયાના બિલો ઈશ્યુ કરી 15 કરોડ રૂપિયાની વેરાશાખ અન્ય બેનિફિશઅરીઝને પાસઓન કરી છે.

ખોટા બિલો ઈશ્યુ કર્યાઃ ખોટા બિલો ઈશ્યુ કરી વેરાશાખ પાસઓન કરવો જીએસટી કાયદાની કલમ 131 (1) (બી) હેઠળ ગુનો બનતો હોવાથી વિભાગે 27 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. તેમ જ નામદાર એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં અમદાવાદ 28 ફેબ્રુઆરીએ આરોપીને રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, તપાસ સંદર્ભે નામદાર કોર્ટ સમક્ષ કસ્ટોડિયલ ઇસ્ટ્રોગેશનની માગણી કરવામાં આવી હતી, જે સંદર્ભે નામદાર કોર્ટે 7 દિવસના કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન મંજૂર કર્યા છે.

આ પણ વાંચોઃAhmedabad Crime : ક્રિશ્ચિયન નામના પાસપોર્ટ સાથે યુવક આવ્યો અમદાવાદ, હાથમાં ઓમનું ટેટુ દેખાતા થયો ઘટસ્ફોટ

વિભાગે 98 લોકોની કરી ધરપકડઃ આ કેસમાં વધુ તપાસ હાલ ચાલી રહી છે, જેમાં આવી પેઢીઓની સંખ્યા તથા પાસઓન કરેલી વેરાશાખનું ક્વોન્ટમ વધવાની શક્યતા છે. વિભાગ દ્વારા બોગસ પેઢીઓ થકી ખોટી વેરાશાખ ભોગવનાર પાસેથી વેરાની વસૂલાત તથા આવી પેઢીઓ ઊભી કરનાર અને તેને સંચાલિત કરતા ઈસમો સામે ધરપકડ સહિતની કાર્યવાહી કડક હાથે કરવામાં આવશે. અત્યાર સુધીમાં વિભાગે કુલ 98 આરોપીઓની ધરપકડ કરી છે.

ABOUT THE AUTHOR

...view details