અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ કેસ પોઝિટિવ સામે આવ્યો નથી, પરંતુ તેમ છતાં પણ અગમચેતીના પગલા લેવા જરૂરી બન્યા છે. ગુજરાત સરકારે 16 માર્ચથી 29 સુધી શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાના આદેશ આપ્યો છે. એટલે કે, આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને શાળાઓમાં રજા રહેશે.
ગુજરાત પર કોરોના ઈફેક્ટ: આજથી શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ બીજી તરફ આરોગ્ય મંત્રાલય દ્વારા પણ લોકોને લગ્ન જેવા સામાજિક મેળાવડાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ યથાવત રહશે. આ આદેશનું તેમની પરીક્ષા ઉપર કોઈપણ અસર પડશે નહીં.
સરકારના આદેશ પ્રમાણે 16થી 29 માર્ચ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને સિનેમા હૉલ સહિત અનેક સંસ્થાઓ બંધ રાખાવા આવશે. પરંતુ બોર્ડની પરીક્ષા યથાવત રાખવામાં આવી છે. આ ઉપરાંત જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
રાજ્યના અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે, કોરોના વાયરસને લઈને સરકાર દ્વારા તમામ કામગીરી કરવામાં આવી રહી છે.