ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Rain Update : વરસાદની લો પ્રેશર અને ડિપ્રેશનની આ બે સીસ્ટમ લાવશે ધોધમાર વરસાદ, ક્યાં ખાબકશે જૂઓ - વરસાદની આગાહી

આગામી દિવસોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 15 જુલાઇથી 23 જુલાઇ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.

Gujarat Rain Update : વરસાદની લો પ્રેશર અને ડિપ્રેશનની આ બે સીસ્ટમ લાવશે ધોધમાર વરસાદ, ક્યાં ખાબકશે જૂઓ
Gujarat Rain Update : વરસાદની લો પ્રેશર અને ડિપ્રેશનની આ બે સીસ્ટમ લાવશે ધોધમાર વરસાદ, ક્યાં ખાબકશે જૂઓ

By

Published : Jul 11, 2023, 4:20 PM IST

ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર ગુજરાત જળમગ્ન બની ગયું છે, ત્યારે હવે આગામી દિવસોમાં હજુ પણ ધોધમાર વરસાદ માટે ગુજરાતવાસીઓને તૈયાર રહેવું પડશે તેવી હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 15 થી 23 તારીખ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના છે.

બે સીસ્ટમ લો પ્રેશર અને ડિપ્રેશનની સંભાવના: ચોમાસાના સમયપત્રકમાં ગુજરાતમાં જુલાઇ મહિનામાં વરસાદનું સારું એવું પ્રમાણ જોવા મળ્યું છે. ત્યારે હજુ આગામી દિવસોમાં વધુ વરસાદને લઈ હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે.જુલાઇ મહિનામાં શરુઆતના તબક્કામાં વરસાદના વહન, લો પ્રેશર અને ડિપ્રેશનની સંભાવના જોવા મળી રહી છે.

આ ઉપરાંત આવનારી 15મી જુલાઇએ બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ સર્જાશે. જેને કારણે ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોમાં વરસાદ થશે. જ્યારે આ હળવું દબાણ ભારતના પશ્ચિમના છેડે વરસાદ લાવતાં ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા છે. જુલાઈ 15 પછી 17થી 20 સુધીમાં રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં સર્જાઈ રહેલા હળવા દબાણ બાદ 20મી પછી જે વહન આવી રહ્યું છે, તે ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે. અને આ ડિપ્રેશનમાં ફેરવવાની સાથે જ દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થશે. ખાસ કરીને આ લો પ્રેશર સીસ્ટમથી ગુજરાત પર ભારે પડી શકે છે...મનોરમા મોહંતી() ડાયરેક્ટર, હવામાન વિભાગ

ક્યાં ક્યાં પડશે ધોધમાર વરસાદ : રાજ્યમાં હાલમાં વરસી રહેલા વરસાદ બાદ હજુ પણ ગુજરાત માટે કપરો સમય આવવાનો છે. ડો મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યા મુજબ આવનાર 24 કલાકમાં બનાસકાંઠાના પાલનપુર, રાધનપુર, કાંકરેજ અને થરાદ જેવા છેવાડાના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. અમુક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો જિલ્લામાં ભારે વરસાદને કારણે સુષુપ્ત નદીઓમાં પ્રાણ ફૂંકાશે જેને કારણે બનાસકાંઠામાં કેટલીક નદીઓમાં પુર પણ આવવાની શક્યતા રહેશે.

મેઘરાજા ગુજરાતને ઘમરોળી શકે: જિલ્લામાં મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ભારે વરસાદની સંભાવનાને પગલે જિલ્લાની મુખ્ય રૂપેણ અને ખારી જેવી નદીઓમાં પાણીની આવક વધી શકે તેમ છે. આ સાથે આગામી 48 કલાકમાં વડોદરા, સાવલી, જંબુસરના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સાપુતારાના ભાગોમાં વરસાદ થશે. આની અસર અમદાવાદના વિસ્તારો સુધી થવાની શક્યતા રહેશે. આમ જુલાઇનું ત્રીજા સપ્તાહના દિવસોમાં મેઘરાજા ગુજરાતને ઘમરોળી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

  1. Monsoon 2023 : ચોમાસાનું આગમન થતાં અમદાવાદ શહેરમાં રોગચાળો વઘ્યો, ઝાડા ઉલટીના કેસ 600ને પાર
  2. Patan Rain : પાટણ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, અનેક વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા
  3. Rain Forecast : ગુજરાતમાં હવામાન વિભાગની મુશળધાર વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ABOUT THE AUTHOR

...view details