ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Rain Update: ગુજરાતના 71 તાલુકામાં વરસાદ, જૂનાગઢમાં વાવાઝોડાથી વૃક્ષો અને વીજપોલો ઘરાશાયી - વરસાદ

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ (Heavy Rainfall in Gujarat)ની આગાહી કરવામાં આવી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં સવા 3 ઈંચ ખાબક્યો છે.

Gujarat Rain Update : ગુજરાતના 71 તાલુકામાં વરસાદ, જૂનાગઢમાં વાવાઝોડાથી વૃક્ષો અને વીજપોલો ઘરાશાયી
Gujarat Rain Update : ગુજરાતના 71 તાલુકામાં વરસાદ, જૂનાગઢમાં વાવાઝોડાથી વૃક્ષો અને વીજપોલો ઘરાશાયી

By

Published : Jun 23, 2022, 8:59 PM IST

અમદાવાદઃ હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ (Heavy Rainfall in Gujarat)ની આગાહી કરવામાં આવી હતી. આ અંતર્ગત આજે સાબરકાંઠા (Monsoon Gujarat 2022 ) અને મહેસાણામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. તેમજ કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી (Gujarat Monsoon 2022) માહોલ જોવા મળ્યો છે. અંજાર, સતાપર, માંડવી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે. તો બીજી તરફ અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અડધા કલાકમાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા છે. મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે અને બસ સ્ટેશનો પર પણ પાણી ફરી વળ્યા છે. પોરબંદરમાં 028.4 મીલી મીટર, વેરાવળ 0.2 મીલી મીટર, કચ્છમાં 3.6 મીલી મીટર, જૂનાગઢમાં 3 ઈંચ

વરસાદ

આ પણ વાંચોઃકીમમાં વરસાદે સર્જી તારાજી, ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી

ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ -ઉપલેટામાં ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ માહોલ જામ્યો હતો . ગઢાળા ખાખરીયા સહિત ગામોમાં ભારે વરસાદને પગલે ખેતરો પાણી પાણી થઈ ગયા છે. જોકે લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો (Monsoon 2022 )માહોલ જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ, સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં સવા 3 ઈંચ વરસાદ. પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ છે. આજે બપોરે 4 વાગ્યા સુધીમાં તાલુકામાં અડધો ઇંચ વરસાદ ખાબકી ગયો છે. તેમજ રાણાવાવમાં સવા ઇંચ, માધવપુર ઘેડ પંથકમાં પણ એક ઇંચ વરસાદ પડ્યો છે તો કુતિયાણામાં સવા ઇંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે.

વરસાદ

વૃક્ષો ધરાશાયી થયા -ગતરોજ સુરત જિલ્લામાં સારો વરસાદ (Monsoon Gujarat 2022 )વરસ્યો હતો,ત્યારે ઓલપાડના કીમમાં મેઘરાજાએ તોફાની પવન સાથે પધરામણી કરી હતી. ઠેર ઠેર નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. માત્ર ગણતરીની મિનિટોમાં કીમને ધમરોળી નાખ્યું હતુ. કીમ પંથકમાં (Rain in Surat)માત્ર પાંચ મિનિટ વાવાઝોડું આવતા ઠેર ઠેર તારાજી સર્જાઈ હતી. ઘણા વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ(Rain destroyed trees in Kim)પ્રભુ નગર સોસાયટી પાસે પતરા ઉડ્યા હતા અને એક દીવાલ પડી ગઈ હતી. પતરા નીચે બેસલ બે સફાઈ કામદાર મહિલા દબાઈ ગઈ હતી. સ્થાનિકો દ્વારા બન્ને મહિલાને બહાર કાઢવામાં આવી હતી અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારે માત્ર પાંચ મિનિટ આવેલા વાવાઝોડાના કારણે ઠેર ઠેર ભારે નુકસાન કર્યું હતું.

આ પણ વાંચોઃજૂનાગઢના માંગરોળને વરસાદે ધમરોળ્યું, ખેતરોમાં ફરી વળ્યા વરસાદી પાણી

ઘૂંટણ સમા પાણી ભરાયા -ગતરોજ કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો (Rain in Surat)હતો જેને લઇને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કામરેજ ચારરસ્તા પાસે પસાર થતા સર્વિસ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં સર્વિસ રોડ બંધ થઈ ગયો હતો. લાબો ટ્રાફિક જામ થયો હતો જોકે રસ્તા પર(Monsoon Gujarat 2022) પાણી ઓછા થતા સર્વિસ રોડ ફરી રાબેતા મુજબ શરૂ થયો હતો ઘણા વાહન ચાલકો ઘૂંટણ સમાં પાણીમાં જીવના જોખમે પસાર થયા હતા. ઉલ્લેખનીય છે કે કામરેજ ચાર રસ્તા પાસે પસાર થતાં સર્વિસ રોડ પર યોગ્ય વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે ઘૂંટણ સમા પાણી ભરાઇ જતાં હોય છે. દર વર્ષે સર્વિસ રોડ બંધ થઈ જતો હોય છે જેને લઇને વાહનચાલકો હેરાન-પરેશાન થઇ ગયા છે.

ABOUT THE AUTHOR

...view details