વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થઈ શકે અમદાવાદ:રાજ્યના તમામ ભાગોમાં મધ્યમથી ભારે વરસ્યા બાદ શ્રાવણમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. ખેડૂતો અને સામાન્ય લોકોની ઈંતેજારીનો અંત આવ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં ફરી એક વાર વરસાદ પોતાનું જોર બતાવશે.જેને લઇને આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા હવે વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થઈ શકે છે.
અહીં પડશે વરસાદ : અમદાવાદ, ખેડા,અરવલ્લી, પંચમહાલ, આણંદ અને મહીસાગરમાં આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, બોટાદ, ભાવનગર, ગીરસોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી,ડાંગ અને ભરૂચમાં વરસાદ થઈ શકે છે.
વરસાદનું જોર વધવાની શકયતાઓ : તો બીજી તરફ આવતીકાલે રાજ્યમાં વરસાદનું જોર વધવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે સાબરકાંઠા, બનાસકાંઠા,અરવલ્લી,પાટણ, મહેસાણા અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડ્યો નથી. અમુક જગ્યાએ માત્ર છુટોછવાયો વરસાદ પડ્યો છે.
મધ્યમથી લઇ ભારે વરસાદ :હવે બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લો પ્રેશરને કારણે વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થશે. જેમાં સમગ્ર ગુજરાતમાં મધ્યમથી લઇ ભારે વરસાદ થઈ શકે છે. જોકે હવામાન વિભાગનું માનીએ તો હાલ ભારે વરસાદની એક્ટિવિટીમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, રવિવારે લગભગ આખા ગુજરાત રિજનમાં વરસાદ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
29 ટકા વધુ વરસાદ :રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ 94 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જે હાલની સ્થિતિએ 29 ટકા વધુ છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં તો વરસાદ સીઝનની 100 ટકાની સરેરાશને પાર કરી ગયો છે. જો કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ સરેરાશથી ઓછો છે. જો રાજ્યમાં ત્રણ દિવસ વરસાદ જામશે, તો સીઝનનો 100 ટકાની સરેરાશ પૂરી થઈ શકે છે.
- Surat Causeway Reopen : રાંદેર અને સિંગણપોરને જોડતો વિયર કમ કોઝવે ફરી ખુલ્લો મુકાયો
- Gujarat Rain Update : રાજ્યમાં આ સમય દરમિયાન વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી હવામાન વિભાગે
- Gujarat Monsoon 2023 : વરસાદના ચોથા રાઉન્ડ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ જોવા મળશે