ગુજરાતમાં હવામાન વિભાગની મુશળધાર વરસાદની આગાહી અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ પડશે સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આવનારા 5 દિવસ ગુજરાતમાં મુશળધાર વરસાદ રહેશે. જે અંતર્ગત હવામાન વિભાગ દ્વારા આજે નવી આગાહી કરવામાં આવી છે. જે મુજબ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે.
માછીમારોને તમામ જગ્યાએ એલર્ટ : હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી 5 દિવસની આગાહી વિશે વાત કરવામાં આવે તો 6 તારીખથી વરસાદ શક્યતા કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. જેનું મુખ્ય કારણ હાલ અરબ સાગરમાં સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ એક્ટિવ હોવાના કારણે ભારે વરસાદ રહેશે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ રહેશે. આગાહીને પગલે રાજ્ય સરકાર દ્વારા માછીમારોને તમામ જગ્યાએ એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. પરંતુ હવે ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આવનારા પાંચ દિવસ ગુજરાતમાં ભારે રહેશે. આવનારા દિવસોમાં ગુજરાતને ફરી એકવાર મેઘરાજા ઘમરોળશે. છેલ્લા એક સપ્તાહ પહેલાં સમગ્ર ગુજરાત વરસાદને લીધે જળબંબાકાર બની ગયું હતું. હવે વરસાદના ટૂંકા વિરામ બાદ ફરી એક વાર હવામાન વિભાગની આગાહી પર નજર કરવામાં આવે તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ રહી શકે છે, ત્યારે હવે આગામી 5 દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લીધે વરસાદનું જોર વધશે.- ડો મનોરમા મોહંતી (ડાયરેક્ટર, હવામાન વિભાગ)
વરસાદે તારાજી સર્જી :તો આ સાથે ઉત્તર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે ગીર સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. જોકે હાલ વાત કરવામાં આવે તો થોડા સમય અગાઉ ગુજરાતમાં વરસાદે તારાજી સર્જી હતી. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો હતો.
- Gujarat Rain News : આગાહી પ્રમાણે 5 દિવસ ગુજરાતમાં મેઘરાજા માહોલ જમાવશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ
- Kheda Rain : ખેડામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, પાણીમાં ફસાયેલી કાર માંડ માંડ બહાર નીકળી
- Vadodara Rain : શહેરમાં માત્ર 1 ઈંચ વરસાદમાં બાળકોએ મસ્તીએ ચડ્યા, અન્ડર પાસમાં પાણી ભરાતા બંધ કરવા પડ્યા