પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. આ સિસ્ટમ સક્રિય થવાથી આગામી 12 કલાકમાં ડિપ્રેશન ચક્રાવાતમાં બદલાઈ શકે છે. જેથી માછીમારોને આગામી સમયમાં દરિયો ન ખેડવાનું સૂચન કરવામાં આવ્યું છે.
અરબી સમુદ્રમાં ડિપ્રેશન, દિવાળીમાં વરસાદની વકી
અમદાવાદઃ રાજ્યમાં રથયાત્રા સમયે તહેવારોમાં મેઘમહેર થઈ હતી. ત્યાં હવે દિવાળીના પર્વમાં પણ મેઘરાજા પધરામણી કરી શકે છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલું એક લો પ્રેશર ડિપ્રેશનમાં પરિણમ્યા બાદ હવે આગામી 48 કલાક દરમિયાન વાવાઝોડામાં પરિણમવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાઈકલોનિક સર્ક્યુલેશન આરંભમાં પૂર્વ ઉત્તરીય દિશામાં આગળ વધશે અને ત્યાર બાદ પશ્ચિન ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની શકયતા છે. આ સિસ્ટમને કારણે કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના તટીય વિસ્તારોમાં વરસાદ રહેશે.
અરબી સમુદ્રના ડિપ્રેશનને કારણે 25 અને 29 ઓક્ટોબર સુધીમાં વરસાદ થવાની શક્યતા છે. આ ચક્રવાત પશ્ચિમ-ઉત્તર અને દક્ષિણ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં આગામી શુક્રવારથી મંગળવાર સુધી દક્ષિણ ગુજરાતના ભરૂચ-ડાંગ, નવસારી-વલસાડ-દમણ-દીવ અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ-અમરેલી-ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.