ગુજરાત

gujarat

ETV Bharat / state

Mukul Wasnik: કોંગ્રેસના પ્રભારી બન્યા બાદ મુકુલ વાસનિક પહેલી વાર ગુજરાતની મુલાકાતે, કારોબારી બેઠકમાં હાજરી આપી

ગુજરાતના પ્રભારી તરીકે મુકુલ વાસનિકની નિયુક્તિ કરવામાં આવી છે. નિયુક્તિ કર્યા બાદ આજે પહેલી વખત મુકુલ વાસનિક અમદાવાદ આવ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટેથી ગાંધી આશ્રમ અને ત્યાંથી કોંગ્રેસ ઓફિસ આવીને અલગ અલગ પદાધિકારી ડેલીગેટ સાથે કારોબારી બેઠકમાં હાજરી આપી હતી.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2023, 4:16 PM IST

કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે

અમદાવાદ:ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. આગામી વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે. 2023 વિધાનસભાની બેઠકમાં કોંગ્રેસને માત્ર 17 બેઠક જ મળી હતી. જેથી કોંગ્રેસ દ્વારા ગુજરાતના પ્રમુખ અને પ્રભારી બન્ને બદલવાની ફરજ પડી હતી. પ્રમુખની બદલી બાદ શકિતસિંહ ગોહિલ નિમણુંક થયા બાદ પ્રભારી તરીકે મુકુલ વાસનિક નિયુક્તિ કરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ત્યાંથી કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સુધી બાઈક રેલી

પ્રદેશ કાર્યાલય સુધી બાઈક રેલી: ગુજરાતના પ્રભારી તરીકે મુકુલ વાસનિકની નિયુક્તિ બાદ પહેલી વખત ગુજરાત આવ્યા હતા. તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં કાર્યકર્તા, નેતાઓ, ધારાસભ્ય, યુથ કોંગ્રેસ નેતા સહિતના નેતા વહેલી સવારથી એરપોર્ટ પર તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ત્યાંથી કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સુધી બાઈક રેલી યોજી હતી. જેમાં અંદાજિત 200થી વધુ બાઈક, કાર અને રીક્ષા આ રેલીમાં જોડાઈ હતી.

બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ નહિ:ગાંધી આશ્રમ પહોંચીને તેમણે મહાત્મા ગાંધીજી ફોટોને સૂતરની આંટી પહેરાવીને પરત ફર્યા હતા. બીજી બાજુ વિશ્વના ટોચના નેતા જ્યારે ગાંધી આશ્રમ પહોંચતા હોય છે. તે સમયે ગાંધી આશ્રમ સમય પસાર કરતા હોય છે અને બાપુના ચરખા પર બેસીને કાંતતા હોય છે. બાપુના જીવન સાથે સંકળાયેલ વસ્તુ વિશે માહિતી પ્રાપ્ત કરતા હોય છે. ખાસ મહાત્મા ગાંધી પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરવામાં આવતી હોય છે. પરંતુ કોંગ્રેસના પ્રભારી માત્ર બાપુના ફોટોને સૂતરની આંટી પહેરાવી પરત નીકળ્યા હતા.

કૉંગ્રેસ ઓફિસમાં બેઠક:બાઈક રેલી યોજ્યા બાદ કૉંગ્રેસ ઓફિસ ખાતે કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક મળી. જેમાં કોંગ્રેસના હોદ્દેદારો, એઆઇસીસી અને પીસિસી ડેલિગેટ ગુજરાતના જિલ્લા તેમજ શહેર પ્રમુખ આ બેઠકમાં હાજરી રહ્યા હતા. જેમાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચામાં કરવામાં આવી હતી.

પ્રભારી તરીકે પડકાર:મુકુલ વાસનિક માટે ગુજરાતના પ્રભારી તરીકે મોટો પડકાર રહેશે. કારણે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક છેલ્લા 10 વર્ષમાં મળી નથી. બીજી બાજુ 2019માં કોંગ્રેસને વિધાનસભામાં સત્તાથી થોડાક જ દૂર જોવા મળ્યા હતા. પરંતુ 2023માં માત્ર 17 બેઠક મળી હતી. જેને લઇને ગુજરાતમાં દિવસે ને દિવસે કૉંગ્રેસ નબળી પડી હતી. કૉંગ્રેસ પાર્ટી દ્વારા રાહુલ ગાંધી ગુજરાતમાંથી પૂર્વના રાજ્ય સુધી આગામી સમયમાં ભારત જોડો યાત્રા યોજશે. પરંતુ જોવાનું એ રહેશે કે ગુજરાત કોંગ્રેસને ફરી એકવાર બેઠી કરવા માટે કોંગ્રેસે પ્રમુખ અને પ્રભારી આગળ કેવા પગલાં લે છે.

  1. Gujarat Pradesh Congress in charge : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી તરીકે મુકુલ વાસનિકની વરણી કરવામાં આવી
  2. Meri Mitti Mera Desh Campaign: ગુજરાતના 182 વિધાનસભા વિસ્તારો માંથી કુંભમાં માટી ઈલેક્ટ્રિક વાહનમાં દિલ્હી પહોચાડીશુંઃ પાટીલ

ABOUT THE AUTHOR

...view details