ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત પોલીસ વડાનો નિર્ણય: તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ કરાઈ રદ - Interstate Checkpost

અમદાવાદ: થોડા સમય પહેલાં ગુજરાત સરકારે રાજ્યની તમામ RTO ચેકપોસ્ટ રદ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ હવે ગુજરાત પોલીસના વડા શિવાનંદ ઝા દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ વડાના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યની તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ રદ કરવામાં આવી છે. જેનો અમલ આજથી જ કરવામાં આવ્યો છે.

check post
ચેકપોસ્ટ

By

Published : Dec 24, 2019, 4:41 PM IST

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગત રોજ એક પરિપત્ર જાહેર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલી આંતરરાજ્ય ચેકપોસ્ટ રદ કરવામાં આવશે. પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યની આંતરરાજ્ય, આંતર જિલ્લા કક્ષાની તેમજ અન્ય વાહન ચેકિંગ અર્થે કાર્યરત પોલીસ ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે. ત્યારે જે-તે જગ્યાએ ફાળવેલા તમામ કર્મચારીઓ છે તેને નજીકના જિલ્લા અને શહેરોમાં ફરજ પર મૂકવામાં આવશે અને આ જ કારણે હવે શહેર અને જિલ્લામાં પણ પોલીસનું પ્રમાણ વધશે.

આંતરરાજ્ય ચેકપોસ્ટ રદ કરાઈ

ABOUT THE AUTHOR

...view details