ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપની બમ્પર જીત બાદ પીએમ મોદીએ અમદાવાદમાં રોડ શો કર્યો

ગઇ કાલે મોડી રાત્રે નરેન્દ્ર મોદી અમદાવાદ આવી પહોંચ્યા હતા. આ સમયે તેમણે રોડ-શો(PM Modi road show) યોજ્યો હતો. જે માર્ગો પરથી પીએમ મોદીનો કાફલો પસાર થતો હતો તે શેરીઓમાં લોકો ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન લોકોનું અભિવાદન કરતા હાથ હલાવીને જોવા મળ્યા હતા. આ સમયે પ્રધાનમંત્રીએ (Prime Minister tweeted)ટ્વિટ કર્યું હતું અને રવિવારે રોડ શોની તસવીરો પણ શેર કરી હતી.

ભાજપની બમ્પર જીત બાદ પીએમ મોદીએ અમદાવાદમાં રોડ શો કર્યો
ભાજપની બમ્પર જીત બાદ પીએમ મોદીએ અમદાવાદમાં રોડ શો કર્યો

By

Published : Dec 12, 2022, 1:07 PM IST

અમદાવાદતારીખ ડિસેમ્બર 12 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારેમોડી સાંજે અમદાવાદમાં રોડ-શો યોજ્યો(PM Modi road show) હતો. ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલના શપથમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. ભાજપની બમ્પર જીત(BJP landslide win) ગુજરાતમાં થઇ છે, અને 156 બેઠકો સાથે વિજયમેળવ્યો હતો. ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત રવિવારે મોડી સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આ સમયે તેમણે રોડ-શો યોજ્યો હતો હતો. આ સમયે જે માર્ગો પરથી પીએમ મોદીનો કાફલો પસાર થતો હતો તે શેરીઓમાં લોકો ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન લોકોનું અભિવાદન કરતા હાથ હલાવીને જોવા મળ્યા હતા.

જીતનો જશ્નઆજે સોમવારે સતત બીજી વખત ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરશે. ત્યારે આ સમયે પ્રધાનમંત્રીએ ટ્વિટ (Prime Minister tweeted)કર્યું હતું અને રવિવારે રોડ શોની તસવીરો પણ શેર કરી હતી.મળતી માહિતી અનૂસાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના નેતૃત્વવાળા રાજ્યોના મુખ્યપ્રધાનો પણ હાજરી આપશે તેવી માહિતી મળી રહી છે.

ઐતિહાસિક જીત આ જીત મળ્યા પછી સીએમ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી રુષિકેશ પટેલ અને ગુજરાતના મુખ્ય દંડક પંકજ દેસાઈ શુક્રવારે બપોરે 12 વાગ્યે રાજભવન પહોંચ્યા અને સરકારનું રાજીનામું સ્વીકાર્યું, જેને સ્વીકારવામાં આવ્યું હતું.

તમામ રેકોર્ડ તોડી નાખ્યા આ 182 સભ્યોની વિધાનસભામાં ભાજપને 156 બેઠકો મળી છે. વિરોધ પક્ષ કોંગ્રેસ માત્ર 17 બેઠકો જ મેળવી શકી હતી. જ્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. જો કે અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી છે તેઓ ભાજપની સાથે આવી ગયા છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ, ઘાટલોડિયા મતવિસ્તારમાંથી લગભગ 1,92,000 મતોના રેકોર્ડ માર્જિનથી જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ મતવિસ્તારે ગુજરાતને તેના બે મુખ્યમંત્રી આપ્યા છે આનંદીબેન પટેલ અને વર્તમાન મુખ્યપ્રધાન.

ABOUT THE AUTHOR

...view details