ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં 47 તાલુકાઓમાં સામાન્ય વરસાદ, વરસાદે લીધો વિરામ - rainfall

ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં સૌથી વધુ 68 મી.મી. એટલે કે ૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભુમિદ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ મળીને તમામ 11 જિલ્લાઓ અને કચ્છ જિલ્લામાં વરસાદે વિરામ લીધો હોવાના અહેવાલો સાંપડ્યા છે.

ગુજરાતઃ 47 તાલુકાઓમાં સામાન્ય વરસાદ, બનાસકાંઠા જિલ્લાના થરાદમાં 3 ઈંચ વરસાદ વરસ્યો

By

Published : Jun 20, 2019, 2:13 PM IST

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તારીખ 20 જૂનના રોજ 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત ઝોનના 6 જિલ્લાઓ પૈકી ગાંધીનગર જિલ્લામાં ક્યાંય વરસાદ પડ્યો નથી. તે ઉપરાંત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં 20 મી.મી., બનાસકાંઠા જિલ્લના દાંતા તાલુકામાં 16 મી.મી., લાખણી તાલુકામાં 13 મી.મી., મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં 20 મી.મી., સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં 27 મી.મી., પોશીના તાલુકામાં 23 મી.મી., વડાલી તાલુકામાં 15 અને વિજયનગર તાલુકામાં 17 મી.મી. વરસાદ વરસ્યો છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજયમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો છે.

દક્ષિણ ગુજરાત ઝોનના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ અને નર્મદા સહિત સાત જિલ્લાઓમાં 24 કલાક દરમિયાન એવરેજ 29 મી.મી. વરસાદ વરસ્યો છે. જેમાં ભરૂચ, તાપી અને ડાંગ જિલ્લમાં ક્યાંય વરસાદ પડ્યો નથી. જ્યારે વલસાડના કપરાડા અને પાલડી, નવસારીના ચીખલી, જલાલપોર અને ખેરગામ, સુરતના ઉમરપાડા અને નર્મદાના ગરૂડેશ્વર તથા સાગબારા તાલુકાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.

પૂર્વ મધ્ય ગુજરાત ઝોનના 8 જિલ્લાઓ પૈકી અમદાવાદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર અને મહિસાગર જિલ્લાઓમાં વરસાદે વિરામ લીધો છે. જ્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં 27 મી.મી. એટલે કે એક ઇંચથી વધુ, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં અડધો ઇંચ, આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકામાં 5 મી.મી., વરસાદ વરસ્યો હતો. આમ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 16 જિલ્લાઓના 47 તાલુકાઓમાં જ સામાન્ય વરસાદ વરસ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details