ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં મેઘસવારી યથાવત: નવસારી, વલસાડમાં કોહરામ, 24 કલાકમાં 213 તાલુકાઓમાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 213 તાલુકાઓમાં ભારે વરસાદ પડી (Gujarat Monsoon Update) રહ્યો છે અને અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં તારાજી સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં બુધવારે બપોરથી જ બારે મેઘ ખાંગા થયા હતા.

ગુજરાતમાં મેઘરવારી યથાવટ: છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 213 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં મેઘરવારી યથાવટ: છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 213 તાલુકાઓમાં વરસાદ

By

Published : Jul 14, 2022, 4:36 PM IST

Updated : Jul 14, 2022, 4:48 PM IST

ન્યુઝ ડેસ્ક: ગુજરાતમાં (Gujarat Monsoon Update) ચોમાસાની શરૂઆતથી જ ભારે વરસાદ પડી રહ્યો છે અને અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં તારાજી સર્જાઈ છે. એક જ દિવસમાં 500 મીમીથી વધુ વરસાદ (Narmada river overflowing) થયો હતો. જળબંબાકાર (Heavy rain in gujarat) અને વરસાદને કારણે લોકોને લાખો-કરોડોનું નુકસાન થયું છે અને તેઓ કાં તો સરકારને દોષી ઠેરવી રહ્યા છે અથવા સરકાર પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે.

ગુજરાતમાં મેઘરવારી યથાવટ: છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 213 તાલુકાઓમાં વરસાદ

ત્રણ દિવસ પહેલા નવસારીમાં પડેલા મુશળધાર વરસાદને કારણે પૂર્ણા નદીના પાણી ફરી એકવાર શહેરમાં છલકાયા હતા. પૂર્ણા નદી પણ ભયજનક સપાટી 25 ફુટ ઉપરથી વટીને 27 ફુટ પર વહી રહી છે. એટલુ જ નહી, વહેલી સવારથી નવસારીમાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થતા સ્થાનિકોની ચિંતા વધી ગઈ છે. રાતોરાત હૂટર વાગતાં લોકોને આશ્રય સ્થાને ખસેડાયા છે.

નવસારીમાં ગઈ રાતથી મુશળધાર વરસાદ

નવસારી નેશનલ હાઈ વે બંધ: દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લા કલેકટરે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈવે અવરજવર માટે બંધ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈવે બંધ કરવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારીમાં મેઘરાજાએ સારી બેટિંગ સામે આવી રહી છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવન (Rain in Navsari) ઠપ થઈ ગયા છે. નવસારીના વાંસદામાં આભ ફાટ્યું હોય એવો દ્રશ્ય પણ સામે આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં પુરની સ્થિતિ સામે આવતા 2 NDRFની ટીમ તૈનાત કરાઈ રહી છે. તો બીજી તરફ પુરની ભયાવહ પરિસ્થિતિને પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર કામે લાગ્યુ છે.

નવસારી નેશનલ હાઈ વે બંધ

નવસારીમાં ગઈ રાતથી મુશળધાર વરસાદ : ત્રણ દિવસ પહેલા નવસારીમાં પડેલા મુશળધાર (Navsari heavy rain) વરસાદને કારણે પૂર્ણા નદીના પાણી ફરી એકવાર શહેરમાં છલકાયા હતા. જે બાદ ગત રાત્રિથી ફરી વરસાદ શરૂ થતા નવસારીમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશના જણાવ્યા અનુસાર, મહુઆ તાલુકા અને ઉપરના વિસ્તારોમાં પાણીની આવક ઘણી વધારે છે. જેના કારણે પૂર્ણા નદીની જળ સપાટી 26.5 ફૂટ વધી જતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને આશ્રયસ્થાનોમાં જવા માટે કહેવામાં આવ્યું છે અને જેઓ આશ્રયસ્થાનોમાં છે તેમને પણ ઘરે ન જવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે કાવેરી નદીનું જળ સ્તર સવારે 4 વાગ્યે 20 ફૂટ સુધી પહોંચી ગયું છે.

આ પણ વાંચો:સૌરવ ગાંગુલીનું વિરાટ કોહલીના ખરાબ ફોર્મ પર મોટું નિવેદન

વલસાડમાં બારે મેઘ ખાંગા:જિલ્લામાં બુધવારે બપોરથી જ બારે મેઘ ખાંગા (Heavy Rain in Valsad) થયા હતા. અહીં તમામ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં 13 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ધરમપુરની નદીઓ ગાંડીતૂર બની બે કાંઠે વહી રહી છે. ધરમપુરમાં પડેલા 13 ઈંચ વરસાદથી ઔરંગા નદીનું જળસ્તર (Terrible surface in Aurangabad river) પણ વધ્યું છે. અહીં મોડી રાત્રે જ ચેતવણીના તમામ હૂટર વાગતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 300 લોકોને આશ્રય સ્થાનો પર લઈ જવાયા છે.

આ પણ વાંચો:વીડિયો વાયરલ થતા નિર્દય સાવકી માતાનો ક્રૂર ચહેરો સામે આવ્યો

વલસાડમાં રાતોરાત લોકોને ખસેડાયા: વલસાડ જિલ્લામાં બુધવારે બપોરથી જ બારે મેઘ ખાંગા (Heavy Rain in Valsad) થયા હતા. અહીં તમામ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં 13 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ધરમપુરની નદીઓ ગાંડીતૂર બની બે કાંઠે વહી રહી છે. ધરમપુરમાં પડેલા 13 ઈંચ વરસાદથી ઔરંગા નદીનું જળસ્તર (Terrible surface in Aurangabad river) પણ વધ્યું છે. અહીં મોડી રાત્રે જ ચેતવણીના તમામ હૂટર વાગતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 300 લોકોને આશ્રય સ્થાનો પર લઈ જવાયા છે.

ડાંગ જિલ્લાના માર્ગો અસરગ્રસ્ત

ડાંગ જિલ્લાના માર્ગો અસરગ્રસ્ત : ડાંગમાં પૂર્ણા અને અંબિકા નદીઓની જળ સપાટી ભયજનક વધતા તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. ડાંગમાં ભારે વરસાદને પગલે ડાંગ જિલ્લાના 29 જેટલા માર્ગો અને લો લેવલ કોઝ વે ઉપર પાણી ફરી વળતા આ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. જેમાં સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ, ટાકલીપાડા-લહાન દભાસ-મોટી દભાસ રોડ, બારીપાડા-રાનપાડા-ભાપખલ, કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ, પીપલદહાડ-જોગથવા રોડ, બંધપાડા વી.એ. રોડ, શિંગાણા-ધુલદા રોડ, ચીખલી-લવચાલી રોડ, પીપલાઈદેવી-જુન્નેર-ચીંચવિહીર રોડ, લવચાલી-ચિંચલી રોડ, નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, આંબાપાડા વી.એ.રોડ, ઘોડવહળ વી.એ.રોડ, આહેરડી-બોરદહાડ રોડ, ખાતળ-માછળી રોડ, ચીખલદા વી.એ.રોડ, ખાતળ ફાટક થી ઘોડી રોડ, સુસરદા વી.એ.રોડ, ધાનગડી-કાનત ફળિયા રોડ, માછળી-ચીખલા-દિવડયાવન રોડ, વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, કુડકસ-કોશિમપાતળ રોડ, ઢાઢરા વી.એ.રોડ, કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, પાતળી-ગોદડીયા રોડ, ભેંસકાતરી-કાકરદા-ભોન્ગડીયા-એન્જીંનપાડા રોડ અને દોડીપાડા-ચિકાર ફળિયા રોડ યાતાયાત માટે બંધ થવા છે. આ માર્ગો બંધ થવાથી 49 ગામો અસરગ્રસ્ત થવા છે. વહીવટી તંત્રે વાહનચાલકોને આ માર્ગોને બદલે સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

અમદાવાદ: પાવર શોપના માલિક પ્રદીપ કનોજિયાએ IANS ને જણાવ્યું કે, ભારે વરસાદ બાદ તેમની દુકાન પાણીમાં ડૂબી ગઈ હતી. કનોજિયાના જણાવ્યા અનુસાર, કોમ્પ્લેક્સની બાઉન્ડ્રી વોલની બહાર જ્યાં તેમની અને અન્ય નવ દુકાનો આવેલી છે ત્યાં ભારે પાણી ભરાયા હતા. દિવાલ ધરાશાયી થતાં તમામ પાણી પરિસરમાં પહોંચી જતાં દુકાનો ડૂબી ગઈ હતી. તેણે વિગતે જણાવ્યું કે, મારી પાસે નાની દુકાન છે, તેથી મારી પાસે કોઈપણ પ્રકારનો વીમો નથી. મારી દુકાન 24 કલાકથી વધુ સમય સુધી પાણીમાં ડૂબી રહી હતી. તે સમયે કોઈ અધિકારી અમને મળવા આવ્યા ન હતા કે તેઓએ અમારી મદદ કરી ન હતી.

રાજકોટ બન્યું 'ખાડા' કોટ: રાજકોટ શહેરમાં મંગળવારે પડેલા (Moonsoon Gujarat 2022) ભારે વરસાદને પગલે ચારે બાજુ પાણી જ પાણી ભરાઈ ગયા હતા, ત્યારે પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી અને શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. તેને લઈને વાહનચાલકોમાં મુશ્કેલી જોવા મળી હતી. આ અંગે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું કે, હાલ શહેરના લગભગ તમામ રાજમાર્ગ અને મુખ્ય વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા CCTV નેટવર્કનો ઉપયોગ રસ્તાના ખાડાઓ શોધવા માટે કરી રહ્યા છીએ. ખાડા શોધીને તેને બુરવાની સૂચના પણ ત્રણે ઝોનના સીટી ઇજનેરોને આપી દીધી છે.

CCTV નિહાળી ખાડા પુરવાનું શરૂ

CCTV નિહાળી ખાડા પુરવાનું શરૂ: તમામ ઇજનેરોને પોતપોતાના ઝોન અને વોર્ડમાં CCTV માંથી નિહાળીને ખાડા પુરવાનું શરૂ કરી દીધું હતું. તેમાં મેટલ, મોરમ જે પ્રકારે ખાડા બુરાતા હોય તે કેમેરા માંથી જોઈને તુરંત સુચના આપવા અને વાહન ચાલકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે બાબતો ધ્યાને રાખવાની સૂચનાઓ જાહેર કરી હતી. આ ઉપરાંત ઓક્ટોબર સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો આજીડેમમાં આવી ગયો છે. આજી-1 અને ન્યારી ડેમમાં ભારે વરસાદથી આગામી દિવાળી સુધીનું પીવાનું પાણી આવી ગયું છે. જેથી હવે મનપા પૈસા ખર્ચીને સૌની યોજના મારફત આવતા નર્મદાનું પાણી નહીં મંગાવે (Gujarat Rain Update) અને બધા સ્થળોએ સારો વરસાદ પડતા સિંચાઈ વિભાગે સૌની યોજના અંતર્ગત પાણી બંધ કર્યું છે.

Last Updated : Jul 14, 2022, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details