ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Monsoon Report : રાજ્યમાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 107 ટકા વધુ વરસાદ પડ્યો - વરસાદ

ચોમાસાની શરૂઆત આ વર્ષે ધમકેદાર રહી છે. ખાસ કરીને બિપરજોય વાવાઝોડા બાદ મોડા વરસાદની આગાહીઓ કરાઈ રહી હતી. પરંતુ આ વર્ષે સમય કરતા થોડો જ મોડો વરસાદ આવ્યો પણ આવતાંની સાથે જ જળબંબાકાર કરી દીધું છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર અત્યારસુધીમાં 107 ટકા વધુ વરસાદ પડી ચૂક્યો છે.

Gujarat Monsoon : 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 107 ટકા વધુ વરસાદ પડ્યો
Gujarat Monsoon : 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 107 ટકા વધુ વરસાદ પડ્યો

By

Published : Jun 30, 2023, 8:33 PM IST

107 ટકા વધુ વરસાદ પડી ચૂક્યો

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસાના પ્રારંભેે જ છેલ્લા બે દિવસથી ગુજરાતભરમાં વરસાદ વરસી રહ્યો છે. તેવામાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 24 કલાક રાજ્યમાં વરસાદ રહેશે. ગુજરાતના તમામ જીલાઓમાં હાલ વરસાદ ચાલુ છે. ક્યાંક મૂશળધાર વરસાદ છે તો ક્યાંક ઝરમર વરસાદ છે.

6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી : જોકે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહેવાની આગાહી કરી છે. અમુક વિસ્તારોમાં આવતીકાલે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે. તો નવસારી, ડાંગ,તાપી, નર્મદા,ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં સામાન્ય વરસાદ : જ્યારે જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર,રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે. ટુંકમાં આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાલ ગુજરાતમાં જે અવિરત વરસાદ થઈ રહ્યો છે તે લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુંલેશન સર્જાવાને કારણે વરસાદ પડી રહ્યો છે. હાલ સમગ્ર ગુજરાત 229.2 મિમિ વરસાદ નોંધાયો છે. જોકે અત્યાર સુધી પડવો જોઈએ એના કરતાં રાજ્યમાં 107 ટકા વધુ વરસાદ પડ્યો છે. અત્યાર સુધી 110 ટકા વરસાદ પડવો જોઈએ જેનાથી વધુ પડ્યો તેનાથી વધારે વરસાદ નોંધાયો છે...ડો. મનોરમા મોહંતી(ડાયરેકટર, હવામાન વિભાગ)

2જી જુલાઈથી વરસાદનું જોર ઘટશે :ગુજરાતમાં હાલ અનેક જિલ્લાઓમાં વરસાદ ધણધણાટી બોલાવી રહ્યો છે. ધોધમાર વરસાદના લીધે નવસારી, વલસાડ, જામનગર, જૂનાગઢની કોરી નદીઓ જળમગ્ન બની ગઈ છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. રાજ્યના ડેમો પણ પાણીની આવકથી છલકાઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ રહી શકે છે. તો આવતીકાલથી વરસાદ ઓછો થશે. 2 જી જુલાઈથી વરસાદનું જોર ક્રમશઃ ઘટશે.

  1. Gujarat Rain Update : રાજ્યના 63 તાલુકાઓમાં મેઘમહેર, લોકો તંત્રની કામગીરીથી પરેશાન, મુખ્યપ્રધાન કરી રહ્યા છે મોનિટરિંગ
  2. Rajkot Rain : ધોરાજી પાસે આવેલા ભાદર-2 ડેમના 6 દરવાજા ખોલાયા, પાણી છોડવામાં આવતા આસપાસના ગામોને કરાયા એલર્ટ
  3. Navsari Monsoon Update : અવિરત વરસાદના પગલે જનજીવન પ્રભાવીત, છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા જુઓ

ABOUT THE AUTHOR

...view details