હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું પ્રારંભ થઈ ચૂક્યું છે. છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક અમીછાંટણા જોવા મળી રહ્યા છે ગઈકાલે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુધી વરસાદ રહેશે. ગુજરાતમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ભારે વરસાદની સંભવના:હાલમાં મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યાં ફરી વખત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, તો પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. જેમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, હાલોલ, કાલોલ, પાવાગઢના ભાગોમાં વરસાદની સંભાવના છે. ચાલુ મહિનાના અંતમાં તથા આગામી જુલાઈ માસની શરુઆતમાં પણ વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદની ગતિ પણ વધી શકે: આ સાથે 2 જુલાઈ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, ડાંગ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ આવવાની હવામાન વિભાગે શક્યતા બતાવી છે. તો 26, 27, 28 જૂનથી ગુજરાતમાં વરસાદની ગતિ પણ વધી શકે છે.
બાર તાલુકામાં વરસાદ:સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં પણ વરસાદ રહેશે. ત્યારબાદ 8 જુલાઈ બાદથી વરસાદ ક્રમશ: હળવો થતો જશે.સામાન્ય રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રથી ચોમાસું આવે છે તેના બદલે આ વખતે ભિન્ન-ભિન્ન લો-પ્રેશરથી ચોમાસું આવ્યું છે. જેને કારણે ગુજરાતના જુદાજુદા સ્થળોએ વરસાદે તારાજી સર્જી છે.છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 56 તાલુકામાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન બાર તાલુકામાં બે ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો હતો.
દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ: રાજ્યના 25 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.કમોસમી વરસાદથી ત્રસ્ત થયેલા લોકો હવે ચોમાસાની ખરી ઋતુને માણી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ ધોધમાર વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ સુધી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તો વલસાડમાં હવામાંન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.
સિસ્ટમ સક્રિય: ગુજરાતમાં મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર એમ બે સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ શરૂ થઈ ગયો છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 5 દિવસ સુધી વલસાડ, નવસારી, ગીર સોમનાથ અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.
તોફાની બેટિંગની શરૂઆત: બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. ટુંકમાં આ વખતે વરસાદે ગુજરાતમાં આગમન કરતાની સાથે જ તોફાની બેટિંગની શરૂઆત કરી દીધી છે. જે આવનારા 5 દિવસ સુધી ચાલશે. આ પાંચ દિવસ દરમ્યાન ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
- Surat Monsoon News : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની મહેર, રાજ્યમાં સૌથી વઘુ સુરતનાં બારડોલીમાં 8 ઇંચ, મહુવા વાલોડમાં સાડા 6 ઈંચ વરસાદ નોધાયો
- Vaishali Pipa Bridge Collapse: ભારે તોફાન અને વરસાદને કારણે પીપા પુલ ગંગામાં ધોવાઈ ગયો, જનજીવન અસ્તવ્યસ્ત