ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Monsoon 2023: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, 147 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ

ગુજરાત સહિત અમદાવાદમાં પણ કાલે સવારે ભારે વરસાદ બાદ બપોરે 2 વાગ્યાથી ફરી વરસાદ શરૂ થયો હતો. દિવસ દરમ્યાન વરસાદી માહોલ રહેતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી. અવિરત વરસી રહેલા વરસાદને કારણે માંડવીમાં ચેક ડેમ ઓવર ફલો થયો હતો. કચ્છમાં સતત બીજા દિવસે વરસાદની હેલી જોવા મળી હતી.

booming-entry-of-monsoon-in-gujarat-light-to-heavy-rains-in-147-taluks
booming-entry-of-monsoon-in-gujarat-light-to-heavy-rains-in-147-taluks

By

Published : Jun 27, 2023, 7:26 PM IST

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદ: પૂર્વ ભારતમાંથી ગુજરાત તરફ આગળ વધતા લો પ્રેશર સિસ્ટમની અસરથી ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સોમવારે રાત્રે 8 વાગ્યા સુધી રાજ્યના 147 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ થયો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે આગામી તારીખ 29 જૂન સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના: હાલ વાત કરવામાં આવે ગુજરાતની તો હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે, જ્યારે આગાહી કાલથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતના દક્ષિણ ભાગમાં આવતા ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં આગામી દિવસો દરમ્યાન અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

સાયકલોનીક સર્ક્યુલેશન:આગામી 5 દિવસ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત રાજકોટમાં ભારે વરસાદ જોવા મળશે. જોકે મધ્ય ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસાની શરૂઆત થતાં જ સાયલોનીક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફ એક્ટિવ થઈ છે જેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે.

વિઝિબ્લિટી ડાઉન:વરસાદની આગાહી વચ્ચે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાહી માહોલ જામ્યો છે. અવિરત વરસી રહેલા વરસાદને કારણે માંડવીમાં ચેક ડેમ ઓવર ફલો થયો હતો. કચ્છમાં સતત બીજા દિવસે વરસાદની હેલી જોવા મળી હતી. અબડાસા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મોથાળાથી કોઠારા જતા રસ્તા પર ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે વિઝિબલિટી પણ ડાઉન થઈ છે. સતત બીજા દિવસે કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઈ કાલે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે માંડવીનો ગુંદિયાલી શેખાઈબાગનો ચેક ડેમ ઓવર ફલો થયો હતો.

  1. Gujarat Monsoon 2023: બિપરજોયને કારણે ગુજરાતમાં ચોમાસાની પ્રગતિ ધીમી, ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ
  2. Monsoon Delay In Gujarat In 2023 : રાજ્યમાં ચોમાસાના આગમનને લઇને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

ABOUT THE AUTHOR

...view details