અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીના(gujarat legislative assembly 2022) પ્રથમ તબક્કા માટે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન(First phase voting) યોજાશે. 9 જિલ્લાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. હવે મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચાલુ રહ્યો છે. બીજા તબક્કા માટે 3 ડિસેમ્બરે પ્રચાર પડઘમ શાંત થશે. ત્યારે જોઈએ ETV ભારતનો વિશેષ ઓવરઓલ ન્યૂઝ રિપોર્ટ(ETV bharat Special Overall News Report)
પ્રચાર-પડઘમ શાંત: પ્રથમ તબક્કા માટે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે થશે. કચ્છ, સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાં 39 રાજકીય પક્ષો ચૂંટણી લડી રહ્યા છે. 2.39 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
ખડગેના નિવેદનથી થયો વિવાદ ખડગેના નિવેદનથી થયો વિવાદ:અમદાવાદમાં એક રેલી દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ માટે વોટ માંગવા માટે પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મોદી દરેક ચૂંટણીમાં દેખાય છે, શું તેમની પાસે રાવણ જેવા 100 માથા છે? ખડગેના નિવેદન પછી ભાજપે જોરદાર વળતો પ્રહાર કર્યો હતો. ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું હતું કે પીએમ મોદીને રાવણ કહેવું ઘોર અપમાન છે. મલ્લિકાર્જુન ખડગેએ સમગ્ર ગુજરાતનું અપમાન કર્યું છે. મણીશંકર ઐયરે પણ મોદી માટે અપશબ્દો કહ્યા હતા. મધુસુદર મિસ્ત્રીએ પણ મોદીનું સ્ટેટસ બતાવવા માટે કહ્યું હતું.
કોંગ્રેસે સંસ્કારિતા ગુમાવી દીધી: ખડગેની ટિપ્પણી મામલે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે આ કોંગ્રેસે પોતાની સંસ્કારિતા ગુમાવી દીધી છે, ખડગે જેવા સિનિયર વ્યક્તિને આવું બધું શોભતું નથી, વડાપ્રધાન કોઈપણ પાર્ટીના નેતા હોય પરંતુ તેમના માટે સન્માનની ભાવના હોવી જોઈએ. પરંતુ હવે કોંગ્રેસ પાસે સંસ્કારની અપેક્ષા રાખવી તે પણ વધારે પડતું છે.
સીએમ યોગી આદિત્યનાથે બીજા તબક્કા માટે ગોધરામાં રોડ શો કર્યો રામમંદિર માટે બલિદાન આપનારી ધરતીઃ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે બીજા તબક્કા માટે ગોધરામાં રોડ શો કર્યો હતો. તેમણે ચૂંટણી પ્રચાર કરીને કહ્યું હતું કે ગોધરાએ રામ મંદિર માટે બલિદાન આપનારી ધરતી છે. અને આ બલિદાન પછી દેશમાં પરિવર્તન આવ્યું હતું.
કશ્મીરમાં નેહરુની ભુલ સુધારીઃકેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ખેડાના ઠાસરામાં જનસભાને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકારે કાશ્મીરમાંથી 370 કલમ દૂર કરીને જવાહરલાલ નહેરુની ભૂલને સુધારી છે. કોરોનાની રસી અંગે રાહુલ ગાંધીએ દુષ્પ્રચાર કર્યો હતો. નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોની ચિંતા કરે છે, અને ઘરે ઘરે વીજળી પહોંચાડી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાએ વડોદરામાં સભાને સંબોધી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ આતંકવાદીઓની હમદર્દી છે. જેએનયુમાં જઈને રાહુલ ગાંધી એવું કહે છે કે હું તમારી સાથે ઉભો છું. આવા લોકો ભારત કે ગુજરાતને નહી જોડી શકે. એક પાર્ટી કાગળ પર લખીને ફ્રીમાં આપવાના વાયદા કરે છે પણ ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ અને ગોવામાં તેમની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.
https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17067623_123.jpeg આપનો ડોર ટુ ડોર પ્રચાર: આમ આદમી પાર્ટીના નેતાઓએ છેલ્લી ઘડી સુધી ડોર ટુ ડોર પ્રચાર કરીને લોક સંપર્ક કર્યો હતો. જનતાને આમ આદમી પાર્ટીને મત આપવા અપીલ કરી હતી. કેજરીવાલના ગેરંટી કાર્ડનું વિતરણ કર્યું હતું