હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે હવે ગુજરાત વાયુ વાવાઝોડાથી સુરક્ષિત છે અને હવે રાજ્યભરમાં વરસાદની મૌસમ પૂર બહારમાં ખીલશે. કચ્છ, પોરબંદર, સૌરાષ્ટ્ર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે જેના પર વાયુ વાવાઝોડાનો ખતરો હતો.
વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત પર ટળ્યો, સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ દસ્તક દીધી - SAURASTRA
અમદાવાદ: સમગ્ર ગુજરાત પર વાયુ વાવાઝોડાનો ખતરો હવે સંપૂર્ણ પણે ટળી ગયો છે, પરંતુ તેની અસર વર્તાઈ રહી છે. વાયુ વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતમાં પવન ફૂંકાયા હતા અને સાથે મેઘરાજાએ પણ દસ્તક દીધી છે. સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શરૂઆત થઇ ગઈ છે અને લોકોને ગરમીથી રાહત મળી છે.

વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત પર ટળ્યો
અરબ સાગરમાં ઉત્પન્ન થયેલુ ભયાનક વાવઝોડાને વાયુ નામ આપવામાં આવ્યું હતું. ગુજરાત પર વાયુના ખતરાને જોતા 2.75 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વેરાવળ, પોરબંદર અને સૌરાષ્ટ્ર તથા કચ્છમાં આગાહી કરવામાં આવી હતી અને તેની અસર પણ જોવા મળી હતી.
તબાહી મચાવવા આવતું વાયુ વાવાઝોડું સમયાંતરે પોતાનો રસ્તો બદલતું રહ્યું હતું અને આખરે અરબ સમુદ્રમાં જ ફંટાઈ ગયું હતું. જેના કારણે ગુજરાત પર વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યો હતો અને મેઘરાજાએ આ સાથે ધમાકેદાર ઈનિંગ્સની શરૂઆત કરી હતી.
Last Updated : Jun 18, 2019, 10:52 PM IST