ગુજરાત

gujarat

By

Published : Apr 2, 2023, 7:26 PM IST

Updated : Apr 2, 2023, 8:18 PM IST

ETV Bharat / state

Gandhinagar News : મુખ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડની 39ની બોર્ડ બેઠક યોજાઇ હતી. જેમાં જીઆઇડીસી એક્ટ લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રાઇવેટ તરીકે સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પીપીપી ધોરણથી આ પ્રોજેક્ટ અમલીકરણ કરવામાં આવશે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક

અમદાવાદ: ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ બોર્ડની જીઆઇડીબીની 39મી બોર્ડ બેઠક યોજવામાં આવી હતી. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જીઆઇડી એકલોજી સેક્ટર તરીકે સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે રાજ્યમાં જીઆઇડીબી દ્વારા ખાનગી ક્ષેત્રે ભાગીદારી સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ઝડપથી હાથ ધરી શકાશે.

આ પણ વાંચો:Gujarat Bjp Cpr Training: સમગ્ર ગુજરાતના BJP કાર્યકર્તાઓને CPR ટ્રેનિંગ આપવામાં આવશે

ગતિ શક્તિ માસ્ટર પ્લાન પ્રોજેક્ટ:ગુજરાતમાં ગતિ શક્તિ માસ્ટર પ્લાન પ્રોજેક્ટ અમલીકરણની નોડલ એજન્સી તરીકે જીઆઇડીબી જે છેલ્લા ઘણા સમયથી કાર્ય કરી રહ્યું છે. પીએમ બધી શક્તિ નેશનલ માસ્ટર પ્લાન્ટ હેઠળ ગુજરાતમાં જીઆઇડીબી નોડલ એજન્સી તરીકે કાર્યરત કરવામાં આવી રહી છે. આઠ મહાનગરો માટે સીટી લોજિસ્ટિક માસ્ટર પ્લાન્ટ અને સ્ટેટ લોજિસ્ટિક માસ્ટર પ્લાન તૈયાર કરવાની કામગીરીનું મુખ્યપ્રધાન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં 2050 સુધીમાં ઔધોગિક હેતુ માટે પાણીની માંગ અંગેના અહેવાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વિવિધ સ્થળોના વિકાસ અંગે ચર્ચા: બોર્ડના સીઈઓ અવંતિકા સિંઘે જણાવ્યું હતું કે ગતિશક્તિ ઇન્ટીગ્રેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનના પરિણામે રાજ્યમાં કોઈ પણ રિજીનીયન ઇન્ટિગ્રેટેટ ડેવલપમેન્ટ ટૂંકા ગાળામાં થઈ શકશે. અંબાજી યાત્રાધામનો વિકાસનો પ્લાન્ટ તેમજ દહેજ ઔદ્યોગિક વસાહતનો ડેવલપમેન્ટ પણ આના શ્રેષ્ઠ ઉદાહરણો છે. ગુજરાત 1600 કિલોમીટર લાંબો વિહાત્મક દરિયાકિનારો ધરાવતું રાજ્ય છે. જેના સંદર્ભમાં પોસ્ટલ બેલ્ટના તાલુકાઓ માટે સંકલિત વિસ્તાર યોજના તૈયારી માટે કન્સલ્ટન્ટ એડવાઈઝરી પસંદગી અંગે પણ જીઆઇડીબીની આ બોર્ડ બેઠકમાં પરામર્શ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Gandhinagar News : લાલ ડુંગળી અને બટાટાના ખેડૂતોના હિતમાં મુખ્યપ્રધાનનો મહત્વનો નિર્ણય

ગુજરાતમાં 144થી પણ વધુ આઇલેન્ડ: રાજ્યમાં 2050 સુધી ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક હેતુ માટે પાણીની માંગણી મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવા અંગે પણ સલાહકાર પસંદગીની મંજૂરી માટે આ બેઠકમાં દરખાસ્ત અને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. વિશાળ સાગરકાંઠો અને 144થી પણ વધુ આઇલેન્ડ ધરાવતું ગુજરાત વિકાસમાં અગ્રેસર છે. તે સંદર્ભમાં ભારત સરકારની આઇલેન્ડ ડેવલપમેન્ટ પોલીસીની સુસંગત રહીને રાજ્ય સરકારે આ આઇલેન્ડ ડેવલોપમેન્ટને ઓથોરિટી રચના કરી છે. અગાઉની બોર્ડ બેઠકમાં બે ટાપુઓને બેટ દ્વારકાની શિયાળબેટને પ્રવાસન તરીકે વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વિકાસ માટે 2077 કરોડની બજેટમાંથી ફાળવવામાં આવ્યા હતા.

Last Updated : Apr 2, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details