ભાવનગર ડુપ્લીકેટ રેશનકાર્ડ કૌભાંડ મુદ્દે હાઈકોર્ટની લાલ આંખ ભાવનગર:જિલ્લામાં ચાલતા રાશનકાર્ડના કૌભાંડમાં ગુજરાત હાઇકોર્ટમાં જે જાહેર કરવામાં આવી છે તેમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટ સમક્ષની વિગતો મૂકવામાં આવી હતી. કઈ રીતે કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે તે બાબતોથી પણ હાઇકોર્ટને અવગત કરવામાં આવી હતી. આ કૌભાંડમાં અનેક વિક્રેતાઓ અને સરકારી અધિકારીઓ સંડોવાયેલા હોવાનો પણ અરજદારે આક્ષેપ કર્યો છે.
હાઇકોર્ટે પાઠવી નોટિસ:આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટ ભાવનગરના નકલી રેશનકાર્ડ કૌભાંડને ગંભીરતાથી લીધું છે. હાઇકોર્ટે રાજ્ય સરકાર, ભાવનગર કલેકટર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. અરજદારે આ કૌભાંડમાં અનેક વિક્રેતાઓ તથા સરકારી અધિકારીઓ સંડોવાયેલા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
'ભાવનગરમાં ચાલતા ડુપ્લીકેટ રેશનકાર્ડ કૌભાંડમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી છે તેમાં આજરોજ સુનાવણી થઈ હતી. આજે અમારા તરફથી ડુપ્લીકેટ રેશનકાર્ડ ખંભાતના પુરાવો પણ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ તમામ પુરાવાને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખ્યા છે.' -પ્રશાંત ચાવડા, અરજદારના વકીલ
અરજદારના વકીલની દલીલ:આ સમગ્ર મામલે અરજદારના વકીલની પ્રશાંત ચાવડાની હાઇકોર્ટ સમક્ષ રજૂઆત હતી કે ભાવનગરમાં નકલી રાસનકાર્ડનો ખૂબ જ મોટું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં એક જ પરિવારના બે રાશનકાર્ડ બનાવવામાં આવે છે. એક રાશનકાર્ડ ઓરીજનલ હોય છે જ્યારે બીજું રાશનકાર્ડ નકલી હોય છે. જે પરિવારના રાશનકાર્ડ હોય છે તેમાં ઓરીજનલ રાશન કાર્ડમાંથી અનાજ સહિતની તમામ વસ્તુઓ મેળવે છે જ્યારે આ જ પરિવારના નામે બનેલા નકલી રાશનકાર્ડની મદદથી રાશનકાર્ડના વેચાણકર્તાઓ દ્વારા મોટાપાયે અનાજની ખરીદી કરવામાં આવે છે અને તેને બારોબાર વેચીને મોટું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
શું છે સમગ્ર મામલો:આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો ભાવનગરના જિલ્લાના અમુક ગામોમાં થોડા સમય પહેલા રાશનકાર્ડ કૌભાંડની વિગતો સામે આવી હતી જેમાં એક જ પરિવારના સભ્યોના બે-બે નામથી રેશનકાર્ડ બન્યા હોય તેવા પુરાવાઓ મળી આવ્યા હતા. આ સાથે જ આના કારણે અનાજના વિક્રેતાઓ ભ્રષ્ટાચાર કરીને બારોબાર જ રાશનકાર્ડનું અનાજ તેમજ અન્ય ચીજ વસ્તુઓ ખૂબ જ ઊંચી ભાવે કિંમતે આપતા હતા. આ સમગ્ર કૌભાંડને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.
- PIL filed in High Court: ભાવનગર જિલ્લામાં ચાલી રહેલા રેશનકાર્ડના કૌભાંડ અંગે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ
- Grain Scam in Anand : રેશનકાર્ડ ધારકોના બોગસ ફિંગર પ્રિન્ટ બનાવી અનાજ કૌભાંડ કરતો શખ્સો ઝડપાયો