ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઈકોર્ટે બીટકોઈન તોડકાંડ મામલાના આરોપી નલિન કોટડિયાના જામીન કર્યા મંજુર - Bitcoin

અમદાવાદ: સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કર્યા બાદ ૩૨ કરોડ રૂપિયાનું બીટકોઈન તોડકાંડ કેસમાં ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયાના કાયમી જામીન હાઇકોર્ટે મંજુર કર્યા છે. હાઈકોર્ટે બે શરતો પર નલિન કોટડીયાના જામીન મંજુર કર્યા છે. જેમાંથી એક એ છે કે તેઓ હવે ૧ વર્ષ માટે અમરેલીમાં પ્રવેશી શકશે નહિ. તેમજ બીજું કે તેઓ બીટકોઈનની સામે કોઈ પણ જાતનો દાવો નહિ કરી શકશે.આ શરતોના પાલનની સાથે હાઇકોર્ટે નલિન કોટડિયાના જામીન મંજુર કર્યા છે.

By

Published : May 3, 2019, 11:08 PM IST

કેસની જો વિગતવાર ચર્ચા કરીએ તો, ગત વર્ષે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટે એવી ફરિયાદ નોંધાવી હતી કે અમરેલીની પોલીસે તેની જાણ વગર કારણસર અને કોઈ પણ કોર્ટના વૉરન્ટ વગર તેની ધરપકડ કરી હતી, અને તેની જોડેથી 32 કરોડના બીટકોઈનનો તોડ કર્યો હતો. શૈલેષ ભટ્ટની ફરિયાદના આધારે અમરેલી પોલીસના સાત કોન્સ્ટેબલો તેમજ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ અનંત પટેલની ધરપકડ થઇ હતી. CID ક્રાઈમ બ્રાન્ચે તમામની ધરપકડ કરીને તેમને અમદાવાદની સ્પેશિયલ CID કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં તમામની વિરુદ્ધમાં અપહરણ અને તોડકાંડ કેસ ચાલ્યો હતો. જેમ જેમ CID ક્રાઈમની તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ આ કેસમાં એક પછી એક નવા વળાંક આવતા ગયા હતા. PI અનંત પટેલની ધરપકડ બાદ ACPની પણ ધરપકડ થઇ હતી.

તેમજ કિરીટ પાલડિયા, સુરતનો વકીલ કેતન પટેલ અને ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડ થઇ હતી. આ તમામની વિરુદ્ધમાં CID ક્રાઈમે જુદી જુદી રીતે ચાર્જશીટ રજૂ કરીને કેસ શું હતો ? તેનો ખુલાસો કોર્ટને જણાવ્યો હતો. જે કેસમાં તમામ આરોપીઓએ એક પછી એક જામીન નીચલી કોર્ટે મુખ્ય હતા નીચલી કોર્ટે નામંજૂર કર્યા હતા. આ બાબતે નલિન કોટડીયાએ કાયમી જામીન મેળવવા માટે હાઇકોર્ટનો સહારો લીધો હતો. જ્યાં હાઇકોર્ટે સરકાર પક્ષ અને બચાવ પક્ષને સાંભળ્યા બાદ અંતે મંજુર કર્યા હતા

ABOUT THE AUTHOR

...view details