અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઈ ચલણ મામલે કરવામાં આવેલી અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની સ્થાપના કરવાની સખત જરૂર છે એવી માંગણી સાથેની ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી મુદ્દે કોર્ટે રાજ્ય સરકાર પાસે કામગીરી અંગેનો અહેવાલ રિપોર્ટ માંગ્યો હતો. સરકાર દ્વારા ઈ ટ્રાફિક કોર્ટ અને ચલણ અંગે રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ઈ ટ્રાફિક કોર્ટને લઈને હાઇકોર્ટમાં થયેલી અરજી પર સરકારે સોગંદનામું ફાઇલ કર્યું છે. ઈ ચલણ અને ઈ ટ્રાફિક કોર્ટને કામગીરીની બાબતેનો તમામ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
સરકારે શું કરી હતી રજૂઆત : સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, વન નેશન અને વન ચલણ અંતર્ગત સરકાર કામ કરતી હોવાની કોર્ટમાં રજૂઆત કરવામાં આવી. સરકારે વિવિધ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. ઈ ચલણ માટે રાજ્યમાં લગાવેલા CCTV મારફતે ચલણ મોકલવાની કામગીરી કરવામાં આવી છે. તમામ પ્રકારનો દંડ બેંકમાં ભરાઈ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દંડ માટે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વચ્ચે એમઓયુ થયા હોવાની જાણ પણ હાઇકોર્ટને કરવામાં આવી હતી. જે પણ દંડ તરીકે જમા થયેલી રકમ સીધે સીધી ગુજરાત રોડ સેફ્ટી ફંડ તરીકે જમા થશે.
વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ :હાલમાં ગુજરાતના કુલ ત્રણ શહેરોમાં આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેમાંથી અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 16 જાન્યુઆરીથી આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ વડોદરામાં પણ ટૂંક સમયમાં આ નવા નિયમની અમલવારી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં તો વર્ચ્યુઅલ કોર્ટ શરૂ કરી દેવામાં આવી છે. ધીરે ધીરે આવી તમામ વર્ચ્યુઅલ કોર્ટ ટ્રાફિક અને ઈ ચલણ અંગે રાજ્યના દરેક મોટા શહેરોમાં પણ જોવા મળશે.