અમદાવાદગુજરાતમાં છેલ્લા કેટલાક ઘણા સમયથી શૈક્ષણિક સંસ્થાઓ અને ખાસ કરીને કોલેજોમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓ ઉપર રેગિંગ કરતા હોવાની અને ઘટનાઓ (Ragging Incidence in Colleges ) સામે આવી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટ આ મામલે સ્વયં સજ્ઞાન લીધું છે જેમાં સૂઓ મોટો (Gujarat High Court suo moto ) પ્રક્રિયા હાથ ધરી છે.
જજે લીધું સ્વયં સંજ્ઞાન આ સમગ્ર મામલે વિગતો જોઈએ તો ગુજરાત હાઇકોર્ટના જ એક સીટિંગ બેન્ચના જજ દ્વારા અખબારમાં આવેલી આ ઘટનાની જાણ તેમણે મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર અને ન્યાયમૂર્તિ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠને જાણ કરી હતી. ત્યારબાદ આ સમગ્ર મુદ્દે હાઇકોર્ટે સુઓ મોટો લીધું હતું અને મેડિકલ કોલેજોમાં રેગિંગની ઘટનાઓના (Ragging Incidence in Colleges ) સંદર્ભે પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો સિવિલ હોસ્પિટલમાં રેગિંગની ઘટના, ડીનનો નનૈયો તો એન્ટી રેગિંગ કમિટીએ સિનિયર તબીબને સસ્પેન્ડ કર્યાં
રેગિંગની ઘટનાઓ આ સમગ્ર મામલે જે અરજી હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવી છે એમાં અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજ અને બી કે શાહ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં રેગિંગની જે ઘટનાઓ સામે આવી હતી તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમજ વાઘોડિયામાં સુમનદીપ વિદ્યાપીઠમાં રેગિંગ (Ragging in Vadodara Sumandeep Vidyapeeth )થયું હતું તે કિસ્સો પણ આ અરજીમાં રજૂ કરવામાં આવ્યો છે. આ સાથે જ અરજીમાં એવું પણ જણાવાયું છે કે રાજ્ય સરકારે શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગને રોકવા માટે 2021માં ગુજરાત રાજ્ય કાયદા પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણો પર ધ્યાન આપ્યું ન હતું.
આ પણ વાંચો વડોદરા સુમનદીપ વિદ્યાપીઠ રેગિંગ મામલામાં એન્ટી રેગિંગ કમિટી સમક્ષ ફરિયાદ
પગલાં અંગે જવાબ લોઆ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે કે આવા પ્રકારના રેગિંગને કાબૂમાં લેવા માટે તેમના દ્વારા શરૂ કરાયેલા પગલાં અંગે સંબંધિત સત્તાવાળા પાસેથી જવાબ મંગાવવામાં આવે. હાઇકોર્ટ દ્વારા સરકાર અને શિક્ષણ સચિવ પાસેથી નિયમોનો ખુલાસો માંગ્યો છે.
નિયમો રજૂ કરો રાજ્યભરમાં પીજી રેસીડેન્સ ડોક્ટરો માટે કામના કલાકો અને ફરજ અંગે સરકારે કોઈ સ્પષ્ટ નિયમો નહીં ઘડ્યા હોવાથી સિનિયર ડોક્ટર દ્વારા થતા રેગિંગના કિસ્સા વધી ગયા છે. ઉજ્જ્વલ કારકિર્દી ધરાવતા જુનિયર તબીબોનું રેગિંગ વધતા આત્મહત્યાના બનાવો વધ્યા છે. સરકાર અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી પાસે હાઇકોર્ટે આ અંગેના નિયમો બનાવવામાં આવ્યા છે તેની રજૂઆત કરવા પણ આદેશ કર્યો છે.
નોટિસો પાઠવી તેમજ આ સમગ્ર મામલે હાઇકોર્ટે અધિક મુખ્ય સચિવ, ઉચ્ચ શિક્ષણ કમિશનર, ટેકનિકલ શિક્ષણ કમિશનર, આરોગ્ય તબીબી સેવાઓ, તબીબી શિક્ષણ અને સંશોધનના કમિશનરને નોટિસ પાઠવી છે. હાઇકોર્ટ દ્વારા અધિક મુખ્ય સચિવ પાસે 20 જાન્યુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીમાં રેગિંગ, બીબીએ વિદ્યાર્થીની જાતીય સતામણીના કેસમાં પોલીસે 3ની અટકાયત કરી
સિવિલમાં બની હતી ઘટનાઓ અત્રે એ નોંધનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં (Ragging incident in Ahmedabad civil hospital ) થોડા સમય પહેલા જ ડેન્ટલ અને ઓર્થોપેડિક વિભાગમાં રેગિંગ થયાના બે કિસ્સા સામે આવ્યા હતાં. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેગિંગમાં જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા રેગિંગ કમિટી થકી બંને કિસ્સામાં રેગિંગ કરનારને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી છે. તો બીજી બાજુ એક મહિના પહેલા જ BJMC ના સાત વિદ્યાર્થીઓએ ત્રણ સિનિયર વિદ્યાર્થીઓ ઉપર રેગિંગ કરવાનું આરોપ મૂક્યો હતો. આ સમગ્ર મામલે કોલેજે તપાસ પણ હાથ ધરી હતી અને તેની એન્ટિ રેગિંગ કમિટી સમક્ષ ફરિયાદ બાદ કમિટીએ (Complaint registered in anti ragging committee ) તપાસ કરી ત્રણ સિનિયર વિદ્યાર્થીઓને દોષિત માનીને તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરીને બે સેમેસ્ટર માટે સસ્પેન્ડ (Anti Ragging Committee Suspends 3 doctors ) પણ કર્યા હતાં.
વધુ સુનાવણી 20 જાન્યુઆરીએ આ સમગ્ર ઘટનાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટમાં મેડિકલ કોલેજોમાં તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ ઉપર રેગિંગ કરવામાં આવે છે તે ઘટનાને હાઇકોર્ટ દ્વારા ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવામાં આવી છે. આ સમગ્ર ઘટના પર વધુ સુનાવણી 20 જાન્યુઆરીએ હાથ ધરાશે.