ગુજરાત

gujarat

ETV Bharat / state

High Court: અદાલતની ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા બદલ HCએ સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન અને કમિશનરનો ઉઘડો લીધો - સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અદાલતની ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરાતા ગુજરાત હાઈકોર્ટે તેમની ઝાટકણી કાઢી છે. અદાલતની કાનૂની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા બદલ ગુજરાત હાઈકોર્ટે સુરત કોર્પોરેશન અને મ્યુનિસિપલ કમિશનરનો ઉધડો લીધો છે. ન્યાયિક પ્રક્રિયામાં કોઈ પણ અધિકારી કે પ્રશાસનની દરમિયાનગિરિ ચલાવી લેવામાં આવશે નહીં તેવું હાઈકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે.

High Court: અદાલતની ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા બદલ HCએ સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન અને કમિશનરનો ઉઘડો લીધો
High Court: અદાલતની ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવા બદલ HCએ સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન અને કમિશનરનો ઉઘડો લીધો

By

Published : Mar 1, 2023, 10:02 PM IST

અમદાવાદઃસુરતમાં એક ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવામાં આવી રહી છે, જેમાં સંપૂર્ણ કામગીરી નિયમોમાં રહીને કરવામાં આવતી હતી, પરંતુ આ ડ્રાફ્ટ ડાઉન પ્લાનિંગ સ્કીમાં સુરત કૉર્પોરેશન અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા બદલાવ કરવામાં આવતા આ સમગ્ર મામલો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો હતો. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટે નોટિસ ઈશ્યુ કરી હતી.

આ પણ વાંચોઃAhmedabad Crime: પતિના એકસાથે 3 મહિલા જોડે સંબંધ, પત્નીએ ખખડાવ્યા કોર્ટના દ્વાર, જાણો શું છે સમગ્ર કેસ

HCએ નોટિસ ઈશ્યુ કરીઃ જોકે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે નોટિસ ઈશ્યુ કરવામાં આવી હતી અને જે ન્યાયિક પ્રક્રિયા ચાલતી હતી. તેમાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ખાનગી વ્યક્તિના ફાયદા માટે થઈને ગ્રાફ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં બદલાવ કરવામાં આવ્યો હતો, જેને લઈને હાઈકોર્ટની નોટિસ હોવા છતાં પણ ફેરફાર કરવામાં આવતા હાઈકોર્ટ આકરા પાણીએ થઈ હતી.

કોઈની દરમિયાનગીરી સાખી લેવાશે નહીંઃ હાઈકોર્ટે આ અંગે આકરું વર્ણન દાખવતા કહ્યું હતું કે, ખાનગી વ્યક્તિના ફાયદા માટે થઈને ન્યાયિક પ્રક્રિયા પડતર હોય તેવામાં કાયદો હાથમાં લેવાનો સત્તાવાળાને કોઈ જ અધિકાર નથી. ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરનારા કોઈને પણ ચલાવી લેવાશે નહીં. તે કોઈ પણ અધિકારી હોય કે, પછી પ્રશાસન હોય કોઈની પણ દરમિયાનગીરી સાખી લેવાશે નહીં.

કોર્ટે કરી તાકીદઃઆ સમગ્ર મામલે હાઈકોર્ટે પોતાનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, કૉર્પોરેશન ખાનગી વ્યક્તિના એજન્ટની જેમ કામ કરી રહી હોય તેવું લાગે છે. આવા કેસીઝમાં કોર્ટ નોટિસ કાઢે તેમ છતાં પણ ઑફિસર્સ એમનું ધાર્યું કરે અને પછી અધિકારીઓ આવીને માફી માગી લે એવું ચલાવી લેવાય નહીં. જ્યારે સામાન્ય માણસ ન્યાય મેળવવા થઈને અદાલતની અંદર આવતો હોય છે. ત્યારે તે એક ન્યાય મળશે એવો વિશ્વાસ રાખતો હોય છે, પરંતુ આવા અધિકારીઓ અને પ્રશાસનના કારણે જ્યારે ન્યાયની પ્રક્રિયામાં દખલગીરી કરવામાં આવે છે. તેને કોર્ટ કોઈ પણ પ્રકારે ચલાવી લેશે નહીં તેવી કોર્ટ દ્વારા તાકીદ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃGujarat High Court News : લાયસન્સવાળા હથિયારના વિવાદનો મામલો, હાઇકોર્ટેનું સરકારને નિયમોમાં સુધારો કરવા સૂચન

જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો હુકમઃ જોકે, આ સમગ્ર કેસમાં એડવોકેટ જનરલ દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હતી અને જરૂરી પગલાં લેવાશે એવી કોર્ટને ખાતરી આપી હતી. જોકે, કોર્ટ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનરને 6 માર્ચે રૂબરૂ હાજર રહેવા માટે ફરમાન આપ્યું છે. તેમ જ જે પણ જવાબદાર અધિકારીઓ હોય તેમને સસ્પેન્ડ કરવાના હુકમ સાથે કોર્ટમાં હાજર રહેવું પડશે એવી કોર્ટે દ્વારા તાકીદ કરવામાં આવી છે. સાથે જ બિનશરતી માફી માગવામાં આવે એવી પણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે વધુ સુનવણી 6 માર્ચએ હાથ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details