ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat High Court: આરોપીઓને જાહેરમાં માર મારવાના મામલે હાઇકોર્ટનું પોલીસ સામે કડક વલણ - ગરબા કાર્યક્રમનું આયોજન

ખેડામાં આરોપીઓને જાહેરમાં માર મારવાના મામલે હાઇકોર્ટનું પોલીસ સામે કડક વલણ જોવા મળી રહ્યું છે. માતર તાલુકાના ઉંઢેલા ગામમાં ગરબા મહોત્સવ દરમિયાન આઠમની રાત્રે ગામના 150 જેટલાનાં ટોળાએ ગરબામાં પથ્થરમારો કર્યો હતો. જેને લઈને ત્યારબાદ જેમને માર મારવામાં આવ્યો હતો. તેમણે હાઇકોર્ટમાં આ મુદ્દે અરજી કરી હતી.

High Court: ખેડામાં આરોપીઓને જાહેરમાં માર મારવાના મામલે હાઇકોર્ટનું પોલીસ સામે કડક વલણ
High Court: ખેડામાં આરોપીઓને જાહેરમાં માર મારવાના મામલે હાઇકોર્ટનું પોલીસ સામે કડક વલણ

By

Published : Jan 20, 2023, 10:15 AM IST

Updated : Jan 20, 2023, 10:23 AM IST

ખેડા/અમદાવાદ:જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રીના આઠમાં દિવસે કેટલાક લોકોએ ભેગા થઈને ગરબામાં પથ્થરમારો કર્યો હતો. ગરબામાં પથ્થરમારા બાદ પોલીસે આરોપીઓને ગામમાં લાવી ગામ લોકોની સામે જ આ લોકોને જાહેરમાં માર માર્યો હતો. માર મારતો વિડીયો પણ વાયરલ કર્યો હતો. માતર તાલુકાના ઉંઢેલા ગામમાં ગરબા મહોત્સવ દરમિયાન આઠમની રાત્રે ગામના 150 જેટલાનાં ટોળાએ ગરબામાં પથ્થરમારો કર્યો હતો. જેને લઈને ત્યારબાદ જેમને માર મારવામાં આવ્યો હતો. તેમણે હાઇકોર્ટમાં આ મુદ્દે અરજી કરી હતી.

હાઈકોર્ટમાં અરજી:જાહેરમાં માર મારવાના મામલે હાઈકોર્ટ પણ બગડી હતી. કોર્ટે નિર્દેશ કર્યો છે કે ખાનગી વકીલ રોકો અને કોર્ટમાં જવાબ આપો. સરકાર તમને મદદ નહીં કરે, આરોપીઓને જાહેરમાં માર મારવા બદલ પોલીસ સામે હાઈકોર્ટમાં અરજી થઈ છે. જેમાં માર મારનારા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી ન થઈ હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. તમામ અધિકારી પર ગેરકાયદે ગોંધી રાખવા તથા માર મારવા મામલે અરજી થઈ છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે સમગ્ર મામલે આરોપીઓ તરફી પક્ષ રજૂ ના કરો. આ કેસની વધુ સુનાવણી તારીખ 30 જાન્યુઆરીના રોજ યોજાશે.

આ પણ વાંચો Vadodara Court : લાયસન્સ વિના આયુર્વેદિક દવા બનાવનારાઓને વડોદરા કોર્ટે દંડ સાથે કેદની સજા ફટકારી

11 પોલીસ અધિકારી:અરજીકર્તાએ માગણી કરી છે કે કોર્ટ એસપી ખેડાને મૂળ ડીવીઆર, એસઓજી કાર્યાલયના કેમેરા, ટોલ પ્લાઝા સહિત રસ્તામાં લાગેલા બધા સીસીટીવી કેમેરાને ઝડપી જપ્ત કરવાની સૂચના આપે. અરજી કર્તાએ જણાવ્યું હું કે તારીખ 3 ઓક્ટોબરની રાત્રે 11 વાગ્યે ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઘેલા ગામમાં માતર ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી અને તેમના પક્ષના સભ્યા આવ્યા બાદ વિવાદ શરુ થયો હતો. ત્યારબાદ 11 પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને અરજી કર્તા સહિત અન્ય વ્યક્તિઓની અટકાયત કરી હતી. આ કેસમાં હવે હાઈકોર્ટ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના મૂડમાંછે.

શું છે સમગ્ર મામલો:ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રીના આઠમાં દિવસે કેટલાક લોકોએ ભેગા થઈને ગરબામાં પથ્થરમારો કર્યો હતો. ગરબામાં પથ્થરમારા બાદ પોલીસે આરોપીઓને ગામમાં લાવી ગામલોકોની સામે આ અસામાજિક તત્વોની જેમ જાહેરમાં સરભરા કરી હતી. માતર તાલુકાના ઉંઢેલા ગામમાં ગરબા મહોત્સવ દરમિયાન આઠમની રાત્રે ગામના 150 જેટલાનાં ટોળાએ ગરબામાં પથ્થરમારો કર્યો હતો.

આ પણ વાંચો Ram Setu national heritage status: રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર સ્મારક જાહેર કરવાની પ્રક્રિયા શરુ

થાંભલા સાથે બાંધીને માર માર્યોપોલીસ આરોપીઓને ઝડપીને ગામમાં પહોંચી હતી. ત્યારબાદ ગામ લોકોની સામે પોલીસે એક બાદ એક આરોપીઓને થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો. આ જોવા માટે મોટી સંખ્યામાં ગામના લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસના મારથી ડરેલા આરોપીઓએ પણ હાથ જોડીને લોકોની માફી માંગી હતી. તમામ 10 આરોપીઓની જાહેરમાં ધોલાઈ કરતા ગ્રામજનોએ પણ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.

બળજબરીથી ઘુસી ગયા:ખેડાના એસપી રાજેશ ગઢિયા પ્રમાણે જિલ્લાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં સોમવારે રાત્રે તુલજા માંના મંદિર પાસે ગામના સરપંચ ઇંદ્રવદન પટેલે ગરબા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કાર્યક્રમમાં અસામાજિક તત્વો બળજબરીથી ઘુસી ગયા અને હુમલો કર્યો હતો. કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં એક હોમગાર્ડ સહિત 6-7 મહિલાઓને ઈજા પહોંચી હતી. પથ્થરમારાની આ ઘટનામાં પોલીસે 43 લોકો વિરુદ્ધ નામ જોગ ગુનો દાખલ કર્યો છે. ત્યારબાદ જ્યારે 10થી 11 લોકોની અટકાયત કરીને આરોપીને ઊંઢેલા ગામે લવાયા હતા. જ્યાં પોલીસે પથ્થરમારો કરનારા આરોપીઑને જાહેરમાં કાયદાના પાઠ ભણાવ્યા હતા.

Last Updated : Jan 20, 2023, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details