અમદાવાદ : ગીર સોમનાથ જિલ્લામાં વિકાસના નામે પર્યાવરણને નુકસાન કરતા નગરપાલિકા દ્વારા જે 1,200 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું. જે વૃક્ષોને નાશ કરવાના મુદ્દે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સત્તાધીશો સામે સ્થાનિકો દ્વારા જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જે મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં વેરાવળના ટીપી સ્કીમ પ્રોજેક્ટ પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે.
હાઇકોર્ટે નારાજગી કરી વ્યક્ત : ગીર સોમનાથ જિલ્લામાં પર્યાવરણને નુકસાન કરતા 1,200 જેટલા વૃક્ષોનું જે નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું. તેમાં મુદ્દે હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસરનો હાઇકોર્ટે ઉધડો લીધો હતો. હાઇકોર્ટે સવાલ કર્યા હતા કે, શા માટે આટલા બધા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યા હતા? આના કારણે વેરાવળના પ્રોજેક્ટને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું એવું પણ હાઇકોર્ટે પ્રાથમિક રીતે નોંધ્યું હતું.
હાઇકોર્ટની મૌખિક ટકોર : હાઇકોર્ટે આ સમગ્ર મામલે એવું પણ જણાવ્યું હતું કે, શું તમને સરકારની પરવાનગી લેવાની પણ બિલકુલ જરૂર જણાય નહીં? કારણ કે નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ નંદનવનને ખૂબ જ સુંદર રીતે તેનો ઉછેર કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટ પોતાના મૌખિક રીતે ટકોર કરીને કહ્યું કે, આવા કારણો ના લીધે જ ભવિષ્યમાં ઓક્સિજનની સમસ્યા થઈ શકે છે એવું પણ નોંધ્યું હતું. એ દિવસો દૂર નથી કે જ્યારે લોકો ઓક્સિજન વિના તરફડશે.