અમદાવાદ: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસના પ્રોજેક્ટ માટે થઈને જમીન સંપાદન કરવામાં આવતી હોય છે. જોકે ત્યારે ઘણી વખત જમીન માલિકોને જમીનની સોંપણીસરકારને કર્યા બાદ પણ તેમને તેમનું મૂળ વળતર જે હોય છે તે એટલે કે જમીન સંપાદનના નાણાં સરકાર તરફથી સમયસર ન મળતા હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ જમીન સંપાદનના વળતરમાં જે પણ મનમાની કરવામાં આવે છે તેને ચલાવી લેવામાં નહીં આવે તેવું ગુજરાત હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે.
જમીન સંપાદન મામલે હાઇકોર્ટની નારાજગી:પહેલા કેસ મામલે જમીન સંપાદનના વળતર ચૂકવવામાં એક કેસ દરમિયાન જમીન સંપાદન મામલે મૂળ માલિકને હજુ સુધી જમીન સંપાદનની વળતર ચૂકવવામાં ન આવતા તેણે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ મામલે સુનાવણી ચાલતા ગુજરાત હાઇકોર્ટે સરકારી અધિકારીઓની મનમાની સામે ભારે નારાજગી દર્શાવી હતી. જમીન સંપાદનના વળતર ચૂકવવામાં સરકારી અધિકારીઓ જે રીતે ઠાગાઠૈયા કરે છે તેના કારણે હાઇકોર્ટે નારાજગી દર્શાવી છે.
આ પણ વાંચો:સાબરમતીના પ્રદૂષિત પાણીને લઈ હાઈકોર્ટનું આકરૂં વલણ, દાખલ કરી સુઓમોટો
જમીન સંપાદનનું વળતર આપવામાં મનમાની:આ સમગ્ર મામલે હાઇકોર્ટે નોંધ્યું છે કે, ફરજમાં બેદરકારી દાખવનાર સરકારી અધિકારીઓના કારણે સરકાર બદનામ થઈ રહી છે. સરકાર નીતિ બનાવે છે પણ સરકારે અધિકારીઓ તેની અમલવારીમાં ઢીલાશ રાખે છે. જેને કારણે લોકોને જમીન ગુમાવનારોને અન્યાય થાય છે. આ સાથે જ હાઇકોર્ટ દ્વારા સરકારી અધિકારીઓની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓની ઢીલાશના કારણે આખરે પ્રજાની તિજોરી પર બોજો પડે છે. ટેક્સ ભરનારના પૈસા સરકારી અધિકારીઓની ઢીલાશના કારણે વેડફાય એ ચલાવી લેવાશે નહીં.