ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં લાઉડસ્પીકર દ્વારા થતી અઝાન બાબતે રાજ્ય સરકાર જવાબ આપે :HC

ગુજરાતમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકર( Loudspeakers in Masjid)દ્વારા થતી અઝાન બાબતે વધુ એક વાર વિવાદમાં આવી છે. અગાઉની સુનાવણીમાં જાહેરહીતની અરજી કરનારા મૂળ અરજદારે અરજી પાછી ખેંચવા માટે હાઈકોર્ટમાં( Gujarat High Court On Azaan)રજૂઆત કરી હતી. રાજ્ય સરકાર આ બાબતે બેવડું વલણ અપનાવે અને આગામી સુનાવણીની તારીખ સુધી જવાબ ફાઈલ કરે અને આ તેમની છેલ્લી તક આપવામાં આવે છે.

ગુજરાતમાં લાઉડસ્પીકર દ્વારા થતી અઝાન બાબતે રાજ્ય સરકાર જવાબ આપે :HC
ગુજરાતમાં લાઉડસ્પીકર દ્વારા થતી અઝાન બાબતે રાજ્ય સરકાર જવાબ આપે :HC

By

Published : Apr 18, 2022, 8:22 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકર દ્વારા થતી( Azan Loudspeaker Application)અઝાન બાબતેવધુ એક વાર વિવાદમાં આવી છે. આ મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજીમાં વધુ એક અરજદાર દ્વારા પક્ષકાર તરીકે જોડાવા માટે અરજી કરાઈ છે. હાઇકોર્ટમાં રાજ્યમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકર પર થયેલી જાહેરહિતની અરજીમાં પક્ષકાર તરીકે જોડાવા માટે અરજી કરાઇ છે. ગાંધીનગર બજરંગ દળના (Gandhinagar Bajrang Dal )જિલ્લા અધ્યક્ષ દ્વારા આ મામલે પક્ષકાર તરીકે જોડાવા માટે સિવિલ એપ્લીકેશન દાખલ કરી છે.

આ પણ વાંચોઃલાઉડ સ્પીકરમાં અઝાન પોકારવી ઇસ્લામનો ધાર્મિક ભાગ નથીઃ અલ્હાબાદ હાઈકોર્ટ

રાજ્ય સરકાર આ બાબતે બેવડું વલણ અપનાવે -આ સમગ્ર મામલે ચીફ જસ્ટિસે રાજ્ય સરકારના ( Gujarat High Court)જવાબ રજૂના કરવા અંગેના વલણ પ્રત્યે અણગમો દાખવ્યો છે અને ટકોર કરતા કહ્યું કે રાજ્ય સરકાર આ બાબતે બેવડું વલણ અપનાવે અને આગામી સુનાવણીની તારીખ સુધી જવાબ ફાઈલ કરે અને આ તેમની છેલ્લી તક આપવામાં આવે છે. ત્યારબાદ કોઈ જવાબ ફાઈલ કરવાની મંજૂરી નહીં અપાય એવી ટકોર પણ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃAzan Loudspeaker Application: લાઉડ સ્પીકરથી થતી અઝાન મુદ્દે કરેલી અરજી પરત ખેંચવા અરજદારે કરી કોર્ટમાં રજૂઆત

લાઉડ સ્પીકરનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો - મહત્વનું છે કે અગાઉની સુનાવણીમાં જાહેરહીતની અરજી કરનારા મૂળ અરજદારે અરજી પાછી ખેંચવા માટે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. મૂળ અરજદાર ગાંધીનગરના જે વિસ્તારમાં રહે છે ત્યાં લાઉડ સ્પીકરનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. જેથી તેમણે આ અરજી પરત ખેંચવા માટે માંગ કરી હતી. પરંતુ હાઇકોર્ટ દ્વારા આ જાહેરહીતની અરજી છે અને તે સમગ્ર રાજ્યના અન્ય સ્થાનોને પણ સ્પષ્ટ છે કે કેમ તે અંગે રાજ્ય સરકાર પાસે જવાબ માંગીને આ અરજી ચાલુ રાખવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના બજરંગદળના અધ્યક્ષ દ્વારા જાહેરહિતની અરજીમાં પક્ષકાર બનાવા અરજી કરાઈ હતી. જે અંગે કોર્ટે રજીસ્ટ્રીને વેરીફાય કરી મેટરને મુખ્ય PIL સાથે જોડવા નિર્દેશ આપ્યા છે. આ મામલે વધુ સુનાવણી 8 મેના રોજ હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details