અમદાવાદ: વીમા એજન્ટોને કંપની તરફથી પડતી મુશ્કેલીઓને લઈ એજન્ટ એ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જેમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ દ્વારા જાહેર રીતની અરજીમાં કહેવાયું છે કે કંપનીઓના સતત બદલતા નિયમોને કારણે તેમજ કમિશન દરમાં ફેરફાર થવાના લીધે ગ્રાહકોને અસર થાય છે. તમામ મુદ્દાઓ ધ્યાનમાં લીધા બાદ ગુજરાત હાઇકોર્ટ સવાલ કર્યો હતો કે આમાં જાહેર હિત ક્યાં છે? જાહેર હિત હોય તો પુરવાર કરો અન્યથા વ્યક્તિગત રીતે માફી માંગવી પડશે. આ કેસમાં કોટે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે અરજદારો પોતાનો મત સ્પષ્ટ કરે.
ભોગવવાનો વારો:જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.જેમાં વીમા કંપની તરફથી એજન્ટોને જે કમિશનના દર ચૂકવવામાં આવે છે. તે દરોમાં ફેરફાર થતા રહેતા હોવાથી એજન્ટોને ભારે નુકસાન થાય છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, વીમા કંપની તરફથી જે વારંવાર ડરના નિયમો બદલાવવામાં આવે છે. એના કારણે એજન્ટો અને ગ્રાહકોને ભારે નુકસાની પડતી હોય છે. આઈઆરડીએ અને ઇન્સ્યોરન્સ કંપનીના જે નિયમો હોય છે. તે બદલાતા રહેવાના કારણે પણ ગ્રાહકોને પણ અસર થતી હોય છે. બધા કારણો વશ નુકસાની ભોગવવાનો વારો પણ આવતો હોય છે.
આ પણ વાંચો Gujarat High Court News : ઉદ્યોગોની નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત નથી, હાઇકોર્ટમાં સ્પષ્ટતા
ટકોર કરવામાં આવી: ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા નવા નવા નિયમો અને વારંવાર બદલાતા જતા કમિશનના દરના કારણે ઘણીવાર જે ગ્રાહકોને ઇન્સ્યોરન્સ આપ્યા હોય છે. તેમની પોલીસીમાં પણ અસર પડતી હોય છે. એની સાથે જ એજન્ટોને પણ જે લાભો મળતા હોય છે. તેમાં પણ નુકસાન થતું હોય છે. આ બધા નિયમોને કારણે વીમા કંપનીઓ યોગ્ય રીતે કોઈ વ્યવસ્થિત નિયમો બનાવવા જોઈએ. જોકે આ સમગ્ર મામલે હાઇકોર્ટે સુનાવણી સાંભળ્યા બાદ, અરજદારની ટકોર કરી હતી કે આ મુદ્દાને જાહેર હિતની અરજીનો કેવી રીતે ગણી શકાય અરજદારને જો ફરિયાદ હોય તો તે વ્યક્તિગત ક્ષમતામાં ફરિયાદ કરવી જોઈએ.
આ પણ વાંચો Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટે વકીલોની વર્તણુકને લઈ કરી મોટી ચોખવટ, કોર્પોરેટ કલ્ચરનો અભિગમ
પોતાનો પક્ષ સ્પષ્ટ:કમિશનના દરોનો જે મુદ્દો છે તે ચોક્કસપણે વ્યાજબી ગણી શકાય વ્યક્તિગત હિત રીતે આ મુદ્દાઓને લઈને ચોક્કસ કોઈ પ્રકારની નિયમો હોવા જોઈએ. પરંતુ આ મુદ્દો વ્યક્તિગત મુદ્દો છે. આ આખી અરજીમાં જાહેર હેતરો મામલો શું છે. તેને સાબિત કરો એવી કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ આ આખી અરજીમાં જાહેર રીત નો મામલો શું છે તે સાબિત કરવા માટે અઠવાડિયાનો સમય આપ્યો છે. જો કોર્ટમાં સાબિત નાં કરી શકે તો કોર્ટ આ અરજીને વ્યક્તિગત ક્ષમતામાં અરજી કરવા માટે છૂટ આપી શકે છે. આ મામલે વધુ સુનવણી 31 માર્ચના રોજ હાજર કરવામાં આવશે. ત્યારે અરજદારે આ મામલે પોતાનો પક્ષ સ્પષ્ટ કરવાનો રહેશે.