અમદાવાદ : ડોક્ટર અતુલ ચગના આત્મહત્યા કેસમાં હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં તમામ પક્ષનોની દલીલો પૂર્ણ થાય હતી, ત્યારે હવે આગળની કાર્યવાહી શું રહેશે. તે આગામી કાર્યવાહી બાદ ખબર પડશે. ઉલ્લેખનીય છે કે, વેરાવળના પ્રખ્યાત ડોક્ટર ચગના આત્મહત્યાના કેસમાં વધુ સુનાવણી હાઇકોર્ટમાં હાથ ધરાઈ હતી. ડોક્ટરના આત્મહત્યા કેસમાં હાઈકોર્ટે 66 દિવસ બાદ ફરિયાદ નોંધવા માટે આદેશ આપ્યો છે. ચગના મૃત્યુ પાછળ જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ કરવા માટે હાઈકોર્ટ કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે. ત્યારે સુનાવણીમાં અરજદાર તરફથી વિગતો રજૂ કરવામાં આવી હતી.
અરજદારની રજૂઆત : અરજદારના વકીલ દ્વારા હાઈકોર્ટમાં જે પણ જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. અરજદાર દ્વારા હાઈકોર્ટમાં પોતાના પાવરનો ઉપયોગ કરીને પોલીસ ફરિયાદ નોંધવા માટે નિર્દેશ આપે તેવી રજૂઆત કરી હતી. આ સાથે જે પણ જવાબદાર લોકો છે. તેમની સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટના હુકમના ભંગ : તો આ કેસમાં બીજી તરફ પોલીસના વકીલ દ્વારા હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદાર દ્વારા જે અરજી કરવામાં આવી છે તે કોર્ટમાં ટકવા પાત્ર નથી. જો સુપ્રીમ કોર્ટના હુકમના ભંગનો આરોગ હોય તો અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે. હાઇકોર્ટને આ કેસમાં કન્ટેન્ટ માટેની કાર્યવાહીની કોઈપણ પ્રકારની હકુમત નહીં હોવાની રજૂઆત કરી હતી.