અમદાવાદઃરાજ્યમાં મોટા શહેરો કે, નાના શહેરોમાં ગેરકાયદે બાંધકામનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. જોકે, સરકાર દ્વારા પણ આવા ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા બિલ પણ લાવવામાં આવ્યું છે. તેવામાં હવે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વધુ એક ગેરકાયદે બાંધકામને તોડી પાડવા ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન ફાઈલ કરવામાં આવી છે. જોકે, આ અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.
આ પણ વાંચોઃHigh Court: ભાવનગર યુનિવર્સિટી કેમ્પસની થોડી જગ્યા પોતાની હોવાની રાજ્ય સરકારે કર્યો દાવો, HCમાં કરી અરજી
પહેલા હાઉસિંગ બોર્ડ અને AMCને રજૂઆત કરોઃ HC:જસ્ટિસ નિર્જર દેસાઈની ખંડપીઠે ચાંદખેડા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કરાયેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની માગ કરતી પિટિશનને ફગાવી દીધી છે. હાઈકોર્ટે દ્વારા અરજી ફગાવતા કહ્યું હતું કે, અરજદારે યોગ્ય સમયે આ બાબતે રજૂઆત કરવી જોઈએ. ગેરકાયદે બાંધકામ શરૂ થાય તે વખતે ફરિયાદ કરવી જોઈએ. બાંધકામ પૂર્ણ થયા બાદ અરજી કરવી યોગ્ય નથી. આ મામલે પહેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને રજૂઆત કરો.
અરજદારે પિટિશનમાં કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી કર્યોઃ ગુજરાત હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અરજદાર દ્વારા આ બાંધકામ ગેરકાયદે છે કે, નહીં તે એનું કારણ સ્પષ્ટ કરી શકે નહીં ત્યાં સુધી તે ગુજરાત હાઉસિંગ બોર્ડ અથવા તો અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને કોઈ પણ પ્રકારનો નિર્દેશ આપી શકે નહીં. અરજદાર દ્વારા પિટિશનમાં કોઈ પણ કારણનો ચોક્કસ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃHigh Court: છેડતી કેસમાં જવાબ રજૂ કરવા ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે HC પાસે માગ્યો સમય
અરજદાર હાઈકોર્ટમાં કોઈ સ્પષ્ટતા જ ન કરી શક્યાઃ ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર મામલે નોંધ્યું હતું કે, અરજદાર જે ગેરકાયદે બાંધકામ દૂર કરવા માગે છે. તેનો કોઈ પણ ચોક્કસ ઉલ્લેખ કર્યો નથી. હાઈકોર્ટે અરજદારને વારંવાર પૂછવા છતાં અરજદાર કોર્ટને એ સ્પષ્ટ કરી શક્યા નથી કે, તેઓ કયા કારણોસર આ બાંધકામને લઈને નારાજ છે? આ બાંધકામથી તેમને શું અસર થઈ છે? જ્યારે અરજદારને ખબર હતી કે, ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે ત્યારે તેમને કેમ કોઈ ફરિયાદ દાખલ કરી નહીં?