અમદાવાદમોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135થી વધુ લોકોના (morbi bridge collapse) મોત થયા હતા. જ્યારે 56થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આ દુર્ઘટનાથી માત્ર મોરબી જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતને શોકમાં ડૂબ્યું હતું. ત્યારે આ કેસમાં સંડોવાયેલા ઓરેવા ગૃપના 2 મેનેજર આરોપી દિનેશ દવે અને દિપક પારેખ સહિતના 7 આરોપીઓએ (Bail application of morbi bridge collapse accused) ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ ગુજરાત હાઇકોર્ટે આરોપીઓની જામીન અરજીને ફગાવી (Gujarat High Court reject Bail application) દીધી છે.
HCના જજે ફગાવી અરજીજામીન અરજી ફગાવતા જસ્ટિસ સમીર દવેએ કહ્યું હતું કે, આવા ગંભીર પ્રકારના ગુનામાં હાલના તબક્કે તેમને જામીન આપી શકાય નહીં. એટલે આરોપીઓએ જામીન અરજી પરત ખેંચી લેવાની ફરજ પડી હતી.
દુર્ઘટના કેસમાં ઓરેવા ગૃપના 2 આરોપી સામેલ આપને જણાવી દઈએ કે, મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના કેસમાં (morbi bridge collapse) ઓરેવા ગૃપના 2 આરોપી મેનેજર દિનેશ દવે, દિપક પારેખ સાથે જ ટિકીટ બૂકિંગ ક્લર્ક અને સિક્યોરિટી ગાર્ડ મનસુખ ટોપિયા, મહાદેવ સોલંકી, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણે જામીન માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ પહેલા આરોપીઓએ (Bail application of morbi bridge collapse accused) મોરબીની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેમની જામીન અરજી આકરા વલણ સાથે ફગાવી (Gujarat High Court reject Bail application) દીધી હતી.
ગુજરાત સરકારે કર્યો વિરોધ ત્યારબાદ આ 7 આરોપીઓએ (Bail application of morbi bridge collapse accused) ગુજરાત હાઇકોર્ટમાં જામીન દાખલ કરી હતી, જેની સુનાવણી ગુજરાત હાઇકોર્ટમાં ચાલતા રાજ્ય સરકાર તરફથી જામીન અરજીનો વિરોધ કર્યો (Bail application of morbi bridge collapse accused) હતો અને જણાવ્યું હતું કે, આરોપીઓ ખૂબ જ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે. આરોપીઓની ગંભીર બેદરકારી નિષ્કાળજીના કારણે મોરબીમાં (morbi bridge collapse) આવી ઘટના સર્જાઈ હતી, જેમાં 135થી વધુ નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા અને 56થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.
આ પણ વાંચોચાઈનીઝ દોરી પર પ્રતિબંધના અમલવારીને લઈને ગુજરાત હાઇકોર્ટે સરકાર પાસે માંગ્યો રિપોર્ટ
સીટની તપાસ હજી ચાલુ છે આ સમગ્ર દુર્ઘટના પ્રકરણમાં સરકાર દ્વારા રચાયેલી સીટની તપાસ હજી ચાલુ છે. તેમ જ તપાસ હજી નાજૂક તબક્કામાં છે. ત્યારે હાલના સંજોગોને જોતા કોઈ પણ આરોપીને જામીન આપી શકાય નહીં. જો હાલના તબક્કે આરોપીઓને (Bail application of morbi bridge collapse accused) જામીન અપાય તો કેસની તપાસની ગંભીર અસર થઈ શકે છે. એટલું જ નહીં, આરોપીઓ કેસના પુરાવા અને સાક્ષીઓ સાથે પણ ચેડાં થવાની શક્યતાની નકારી શકાય નહીં તેથી હાઇકોર્ટે તમામ આરોપીઓના જામીન ફગાવી દેવી (Gujarat High Court reject Bail application) જોઈએ. આ મામલે સરકાર પક્ષની દલીલો માન્ય રાખીને હાઇકોર્ટના જજ સમીર દવે તમામ 7 આરોપીઓના જામીન આપવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.