ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat High Court: જે શાળા ગુજરાતી ભાષાનો સમાવેશ ન કરે તેની સામે કાર્યવાહી કરો - GUJRAT GOVERNMENT FOR GUJARATI LANGUAGE

ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાને (Gujarat High Court Gujarati language) જાહેરહિતની અરજી કરાઇ છે. જેને લઈને સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ગુજરાતી ભાષાને લઈને સરકારને ટકોર કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, જે શાળા પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ ન કરે તેની સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે. (gujarat government for gujarati language)

Ahmedabad: જે શાળા ગુજરાતી ભાષાનો સમાવેશ ન કરે તેની સામે કાર્યવાહી : હાઇકોર્ટ
Ahmedabad: જે શાળા ગુજરાતી ભાષાનો સમાવેશ ન કરે તેની સામે કાર્યવાહી : હાઇકોર્ટ

By

Published : Jan 20, 2023, 11:46 AM IST

અમદાવાદ : ગુજરાતી ભાષાને ફરજિયાત ભણાવવા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારને વેધક સવાલ કર્યો હતો કે, તમે ગુજરાતી માધ્યમની સ્કૂલો ચલાવો છો પણ ગુજરાતી કેમ ભણાવતા નથી? ઇન્ટરનેશનલ બોર્ડ કે CBSC બોર્ડની સ્કૂલો ગુજરાતની ધરતી પર જ ચાલે છે ને? તો પછી તેમાં ભાષા ભણાવવાના નિયમોમાં ફેરફાર કેવી રીતે કરી શકે? ગુજરાતી ન ભણાવતી સ્કૂલોની NOC મંજૂર કરવા મામલે સરકારે યોગ્ય મિકેનિઝમ ગોઠવવું જોઈએ.

હાઈકોર્ટે સરકારને ટકોર કરી : હાઈકોર્ટે ટકોર કરેલી કે જે શાળાઓ ગુજરાતી અન્ય બોર્ડ કે શાળાઓ ગુજરાતની ભણાવવાનું સર્ટિફિકેટ આપે છે, ધરતી પર શાળાઓ ચલાવે છે. તો તેમને તો પહેલા ગુજરાતી શિખવાડો, અરજદારની રજૂઆત હતી કે, મળેલી વિગતો મુજબ રાજ્યમાં 109 શાળાઓ છે. જે ગુજરાતી ભાષા ભણાવતી નથી, જ્યારે સરકાર કહે છે માત્ર 23 શાળાઓ જ ગુજરાતી ભણાવતી નથી. દેશમાં પંજાબ, તેલંગાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, આસામ, જમ્મુ-કાશ્મીર (ઉર્દુ માટે) સહિતના રાજ્યોમાં તેમની પ્રાદેશિક ભાષાઓને ધો. 1થી 8 સુધી ભણાવવા માટે નિયમો બનેલા છે. ગુજરાતમાં આપણે આ મુદ્દે કાયદો બનાવવો જરૂરી છે, માત્ર પરિપત્ર બહાર પાડવાથી ન ચાલે.

ગુજરાતી ફરજિયાત નિયમ લાગુ મહત્વનું છે કે, ગત સુનાવણીમાં પ્રાથમિક શાળામાં ગુજરાતી ભણાવવા અને ફરજિયાત કરવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારે સરકારને ટકોર કરતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે, જે શાળા પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનો સમાવેશ ન કરે તેની સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે. એટલું જ નહીં, ગુજરાત હાઇકોર્ટ દ્વારા જણાવાયું છે કે તમામ બોર્ડને ગુજરાતી ફરજિયાત નિયમ લાગુ પડે છે.

આ પણ વાંચો :ગુજરાતી સાહિત્ય ફોરમ : ટેકનોલોજીને સહારે માતૃભાષા માટે ઝઝૂમવાનો પ્રયાસ

માતૃભાષાનું ભણતરહાઈકોર્ટે ટકોર કરી છે કે જે, શિક્ષણ બોર્ડ ગુજરાતમાં કાર્યરત રહેવા માંગતા હોય તેમણે સરકારની નીતિનું ચુસ્તપણે પાલન કરવું પડશે. હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ ટકોર કરી છે કે ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનો સરકારનો નિર્ણય છે. તો તેની અમલવારી કરાવવામાં સરકાર લાચારી ન બતાવે. રાજ્ય સરકાર લાચાર હોય શકે નહીં, પરંતુ તેમ છતાં જો સરકારને અમલવાદી કરાવવામાં લાચારી લાગતી હોય તો કોર્ટ જરૂરી હુકમ કરશે. હાઈકોર્ટે ઉમેર્યુ કે, ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડને પણ રાજ્ય સરકારની નીતિ લાગુ પડે છે. જે બોર્ડ ગુજરાતી ભાષા પોતાના અભ્યાસક્રમમાં સામેલ ન કરતા હોય તેમની સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. હાઈકોર્ટે જણાવ્યુ છે કે, માતૃભાષાનું ભણતરએ બાળકનો અધિકાર છે.

આ પણ વાંચો :સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ન ભણાવાતા HC નારાજ, સરકારને લગાવી ફટકાર

ગુજરાતી વિષય ફરજિયાતપણે ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટમાં માતૃભાષા અભિયાન સંસ્થાએ જાહેર હિતની અરજી કરી છે. સરકારના તારીખ 13મી એપ્રિલ 2018ના પરિપત્રનો સાચા અર્થમાં શબ્દશ: અને સત્વશીલ અમલ કરાવવામાં આવે એવી માંગ કરી છે. રાજ્યમાં દરેક પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત પણે તબક્કાવાર જૂદા જૂદા ધોરણોમાં ભણાવવામાં આવશે એવો સરકારનો પરિપત્ર છે. જોકે હવે આ સમગ્ર મામલે વધુ સુનાવણી 20 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.

ABOUT THE AUTHOR

...view details