અમદાવાદઃરાજ્યમાં આવેલી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વધી રહેલા રેગિંગ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લીધી છે. રેગિંગની ઘટનાઓને અટકાવવા માટે રાજ્ય સરકારે કોઈ પગલા લીધા છે કે નહીં, કોઈ નિયમો બનાવ્યા છે કે નહીં, એ પ્રશ્નો હાઇકોર્ટે સરકારને કર્યા હતા. આ મુદ્દે જરૂરી નિયમો બનાવીને જવાબ રજૂ કરવા માટે હાઇકોર્ટે સરકારને આદેશ આપ્યો છે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને ઉચ્ચ અભ્યાસક્રમની કોલેજોમાં જે વારંવાર થતા રેગિંગના સમાચાર સામે આવતા હોય છે. જે પણ રેગિંગ થતું હોય છે તેના કારણે વિદ્યાર્થીઓએ આત્મહત્યા સુધીના પગલાં ભરી દેતા હોય છે. આ તમામ અહેવાલોને ધ્યાનમાં રાખીને રેગિંગ મુદ્દે સુઓમોટો મોટો પિટિશન ફાઇલ કરી હતી. જે મુદ્દે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે રીગિંગને અટકાવવા મુદ્દે સરકારે સરકાર પાસે માંગ્યો હતો.
આ પણ વાંચોઃ High Court: હિરણ નદીમાં વધી રહેલા પ્રદૂષણને લઈને હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
સરકારને સવાલઃહાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યા હતા કે, રાજ્યમાં વધી રહેલા રેગિંગ મુદ્દે સરકારે કોઈ પગલાં લીધા છે કે નહીં? કોઈપણ જાતના નિયમો બનાવ્યા છે કે કેમ? રાજ્ય સરકાર દ્વારા કોઈ નિયમો ઘડવામાં આવ્યા કે નહીં? જો નિયમો બનાવવાના આવ્યા છે તો એના મુદ્દે કેવા અત્યાર સુધીમાં પગલાં લેવામાં આવ્યા છે. તેના તમામ રિપોર્ટ સાથેનો જવાબ રજૂ કરો. રેગિંગના કારણે અનેક વિદ્યાર્થીઓ માનસિક પીડા ભોગવી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્યમાં વધી રહેલા રેગિંગના કારણે વિદ્યાર્થીઓ જે રીતના ભોગ બને છે તે એક સંવેદનશીલ મુદ્દો છે. તમામ જવાબો વિગતવાર રજૂ કરવા માટે હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે. રેગિંગની ઘટનાઓ અટકાવી ખૂબ જ જરૂરી છે. આ માટેના શક્ય હોય તેવા તમામ જરૂરી પગલાં લેવામાં આવે અને નિયમો બનાવવામાં આવે. આ સાથે જ હાઇકોર્ટે સરકારને આ મુદ્દે ત્રણ મી સુધીમાં વિગતવાર જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.