અમદાવાદઃબનાસકાંઠાના એક પિતાએ તેની સગીરાના 12 થી 14 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. સગીરા યુવતીના તે ગર્ભપાતને ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી દીધી છે. ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપતા સ્પષ્ટ કર્યું છે કે ,16 વર્ષની દુષ્કર્મ પીડીતા તેના પોતાના જોખમે ગર્ભપાત કરાવી શકે છે.
આ પણ વાંચોઃ Gujarat High Court: પ્રદૂષિત સાબરમતી નદી અંગે HC ચિંતામાં, કહ્યું - ગેરકાયદેસર કનેક્શનો તાત્કાલિક દૂર કરો
શું છે સમગ્ર કેસ?આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, બનાસકાંઠાની રહેવાસી એવી 16 વર્ષની સગીર વયની યુવતી પર એક યુવક દ્વારા લગ્નની લાલચ આપીને તેની પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેના પરિણામે યુવતીને ગર્ભ રહી ગયો હતો. જેની જાણ તેના પિતાને થતા હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગયા હતા . ગર્ભપાત કરાવવા માટે ડોક્ટરને કહેવામાં આવ્યું હતું. પરંતુ ડોક્ટર દ્વારા આ પોલીસ કેસ છે. તેથી ગર્ભપાત કરવા તૈયાર ન હતા.
હાઈકોર્ટમાં અરજીઃજેથી સગીર વયની દીકરીનો ગર્ભપાત ની મંજૂરી મેળવવા માટે થઈને પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ બાબતે પિતાની રજૂઆત હતી કે, તેમની દીકરી બાળકને જન્મ આપવા માટેની માનસિક અવસ્થામાં નથી. તેથી ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે. આ સમગ્ર મામલે જસ્ટિસ ઈલેશ વોરાએ પાલનપુર સિવિલ હોસ્પિટલને સગીરાની તબીબી તપાસ માટે નિર્દેશ આપ્યા હતા. ગર્ભપાત થઈ શકે કે નહીં. તેની તપાસ માટેનો રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું.