ગુજરાત

gujarat

ETV Bharat / state

Soil Scam: હાઇકોર્ટે ફરી તપાસના આદેશ આપ્યા, 28મી ફેબ્રુઆરી સુધીમાં રીપોર્ટ આપો - Saurashtra university for Soil Scam

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંમાં ફરી વિવાદ (Saurashtra university for Soil Scam) થયો છે. જેને લઇને હાઇકોર્ટેએ ફરી તપાસના આદેશ આપ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીવમાં માટી કૌભાંડને લઇને રીથી એકવાર હાઇકોર્ટે તેમને નોટિસ પાઠવી છે.

Soil Scam: હાઇકોર્ટે ફરી તપાસના આદેશ આપ્યા, 28મી ફેબ્રુઆરી સુધીમાં રીપોર્ટ આપો
Soil Scam: હાઇકોર્ટે ફરી તપાસના આદેશ આપ્યા, 28મી ફેબ્રુઆરી સુધીમાં રીપોર્ટ આપો

By

Published : Jan 24, 2023, 10:06 AM IST

અમદાવાદ/રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક વિવાદોનું ઘર બન્યું છે. છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોમાં આવી રહી છે. થોડા સમય પહેલા જ સેનેટની ચૂંટણી લઈને સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટી કૌભાંડને લઈને ફરીથી એકવાર હાઇકોર્ટે નોટિસ પાઠવી છે.

આ પણ વાંચો Sabarmati pollution: ગુજરાત હાઈકોર્ટ થયું લાલચોળ, સાબરમતી નદીમાં વધતા પ્રદૂષણને લઇને AMC અને GPCBને આપ્યા કાર્યવાહીના આદેશ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ટકોર:ગુજરાત હાઇકોર્ટ દ્વારા વધુ એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવમાં આવી છે. જેમાં હવે ગુજરાત હાઈકોર્ટે એવી ટકોર કરી દીધી છે આ આ કેસમાં વિસ્તારથી તાપસ કરવામાં આવે. કોન્ટ્રાક્ટરને સાંભળ્યા વગર જ કંપનીને બ્લેકલીસ્ટ કરી દેવામાં આવતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. તાજેતરમાં સેનેટની ચૂંટણી કરવા માટે ટકોર કરી હતી. જેમાં યુનિવર્સિટી દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે. આ પછી હવે યુનિવર્સિટીના ચકચારી માટી કૌભાંડ પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટે ફરી તપાસ કરવા માટે આદેશ આપી આગામી તારીખ 28 ફેબ્રુઆરી પહેલા રિપોર્ટ આપવા માટે તાકીદ કરી છે.

લાખનું બિલ:આ કૌભાંડમાં માટીના 963 ફેરાનું 7.20 લાખનું બિલ બનાવ્યું હતું. આ પ્રકરણમાં ટ્રેક્ટર મારફત 963 માટીના ફેરા કરીને 7.20 લાખનું બીલ ચૂકવાયું હતું. જેમાં કોઈ પણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી ન હતી. તેમજ બિલમાં ટ્રેક્ટરના બદલે અલ્ટો કારના નંબર નાખવામાં આવતા પ્રકરણ બહાર આવ્યું હતું. આ દરમિયાન પ્રકરણમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી રચવામાં આવી હતી અને તેમાં કમિટી દ્વારા કાર્યકારી રજિસ્ટ્રાર જતીન સોનીને ક્લીનચીટ આપવામાં આવી હતી.

આ પણ વાંચો Morbi Bridge Collapse Case : હાઇકોર્ટના આદેશનું પાલન કરતી હોવાનું સરકારનો દાવો

તપાસ માટે આદેશ:આ પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટે આખી તપાસ પ્રક્રિયાને ખોટી ઠેરવી ફરી તપાસ માટે આદેશ આપ્યા છે. તેમજ આગામી તારીખ 28 ફેબ્રુઆરી પહેલા રિપોર્ટ સબમીટ કરવા પણ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ માટી કૌભાંડમાં ખોટા બિલો કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરીયાદો ઉઠી હતી. જેમાં NSUI દ્વારા યુનિવર્સિટીમાં હલ્લાબોલ કરી તે સમયના રજિસ્ટ્રાર જતીન સોની પાસેથી રાજીનામું માગવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે હવે તારીખ 28 ફેબ્રુઆરી એ વધુ સૂનાવણી હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details