અમદાવાદ: અગાઉ ગુજરાત હાઈકોર્ટે રાજ્યની 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજવા મુદ્દે ચૂંટણી પંચને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો હતો. જેના ભાગરૂપે જવાબ રજૂ કરવામાં આવ્યો છે. અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, ચૂંટણીપંચ દ્વારા ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. કોરોનાની વર્તમાન સ્થિતિમાં ચૂંટણી યોજવામાં આવશે તો કોરોના વધુ ફેલાઈ શકે છે. જેથી પેટા ચૂંટણીને મોકૂફ રાખવામાં આવે. રાજનેતિક પાર્ટીઓ દ્વારા આ ચૂંટણીને લઈને બેઠકો પણ યોજવામાં આવી રહી છે.
કોરોના કાળમાં પેટાચૂંટણી મુદ્દે HCએ કહ્યું- પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ નિર્ણય લેવાશે - Bharatiya Janata Party
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણી મુલતવી રાખવાની માગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર બુધવારે ચૂંટણી પંચે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જવાબ રજૂ કરતા જણાવાયું હતું કે, હાલ તેઓ વર્તમાન કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યાં છે. જે બાદ અંતિમ નિણર્ય લેવાશે. આ મામલે આગામી સપ્તાહ વધુ સુનાવણી હાથ ધરાશે.
કોરોના કાળમાં પેટાચૂંટણી મુદ્દે HCએ કહ્યું, સ્થિતિનો તાગ મેળવ્યા બાદ નિર્ણય લેવાશે
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર 18 લાખથી વધુ મતદાતાઓ નોંધાયેલા છે અને જો આવી પરિસ્થિતિમાં મતદાન થશે અને કોઈ લક્ષ્મણ વગરનો દર્દી અથવા માઇલ્ડ લક્ષણવાળા કોરોના દર્દી એકત્ર ભીડમાં મત આપવા આવે તો ભયાવહ સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે રથયાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારે વિધાનસભાની પેટાચૂંટણી પર હાલ પૂરતો પ્રતિબંધ લાદી દેવો જોઇએ.