ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat High Court Notice : પાટણ ધારાસભ્ય કિરીટ પટેલની જીતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાઇ, નોટિસ ઇશ્યુ થઇ - પાટણ વિધાનસભા બેઠકના વિજેતા કિરીટ પટેલ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં પાટણ વિધાનસભા બેઠકના વિજેતા કિરીટ પટેલની જીતને પડકારવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટમાં તેમની જીતને પડકારતી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે જાહેર કરવી જોઇતી વિગતોને છુપાવી છે.

Gujarat High Court Notice : પાટણ ધારાસભ્ય કિરીટ પટેલની જીતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાઇ, નોટિસ ઇશ્યુ થઇ
Gujarat High Court Notice : પાટણ ધારાસભ્ય કિરીટ પટેલની જીતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારાઇ, નોટિસ ઇશ્યુ થઇ

By

Published : Apr 10, 2023, 9:17 PM IST

અમદાવાદ : પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. પાટણ વિધાનસભા બેઠકના વિજેતા કિરીટ પટેલની જીતને પડકારવામાં આવી છે.તેમની સામે ગુજરાત હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન ફાઈલ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમણે જે જીત મેળવી છે તેને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. હાઇકોર્ટે કિરીટ પટેલ સહિતના લોકોને નોટિસ ઇશ્યુ કરી છે. અત્યાર સુધીમાં કુલ સાત જેટલા ધારાસભ્યોની વિધાનસભાની ચૂંટણી ગુજરાત હાઇકોર્ટમાં પડકાર કરવામાં આવી છે

જીતને પડકારતી અરજી : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયાને ચાર મહિના પસાર થઇ ગયાં છે. ત્યારે પાટણ ધારાસભ્ય ચૂંટણીના પરિણામને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. પાટણ વિધાનસભા બેઠક પર જીતેલા ધારાસભ્ય કિરીટ પટેલની જીતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે.

આ પણ વાંચો Gujarat High Court : બિસ્માર રોડ રસ્તાને લઈને હાઈકોર્ટે નારાજ, એફિડેવિટ ફાઈલ રજૂ કરવાનો આપ્યો આદેશ

કોણે કરી અરજી :અત્યાર સુધીમાં કુલ સાત જેટલા ધારાસભ્યોની વિધાનસભાની ચૂંટણી ગુજરાત હાઇકોર્ટમાં પડકાર કરવામાં આવી છે ત્યારે હવે વધુ એક ધારાસભ્યની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. ભાજપના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની જીતને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર કરવામાં આવી છે. કિરીટ પટેલ સામે હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન ફાઇલ કરવામાં આવી છે. અરજદાર પંકજ વિરાણી દ્વારા કિરીટ પટેલ સામે અરજી કરવામાં આવી છે.

કિરીટ પટેલે વિગતો છુપાવી હોવાનો આક્ષેપ : અરજદારે અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે ચૂંટણીના સમયે જે પણ વિગતો જાહેર કરવી જોઈએ તે વિગતોને કિરીટ પટેલે જાહેર કરી નથી. ચૂંટણી દરમિયાન જાહેર કરવામાં આવતી વિગતોને કિરીટ પટેલે છુપાવી છે તેવો આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. તમામ માહિતી જાહેર કર્યા વગર ચૂંટણી લડ્યા હોવાનો આરોપ પણ કિરીટ પટેલ સામે લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો Congress on Gujarati Mandatory Bill : હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ભાષા ભવન નથી, કિરીટ પટેલનો શિક્ષણપ્રધાનને ટોણો

એફઆઇઆરની વિગતો જાહેર નથી કરી : કિરીટ પટેલ સામે જે એફઆઇઆર થઈ હતી તે એફઆઇઆર ની વિગતો કિરીટ પટેલે ચૂંટણીના સમયે જાહેર કરી નથી તેવો આક્ષેપ કિરીટ પટેલ સામે અરજદાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આવા સંજોગોમાં કિરીટ પટેલ સામે બે વર્ષથી વધુની સજા થઈ શકે છે. આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે કિરીટ પટેલ સહિતના લોકોને નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે અને જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 16 જૂનના રોજ હાથ ધરવામાં આવશે. ત્યારે કિરીટ પટેલ સામે કયા પગલાં લેવામાં આવે છે તે કાર્યવાહી બાદ ખબર પડશે.

નોટિસ ઇશ્યુ :એ નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા તેનાં પરિણામો જાહેર થયા હતા. એના થોડા સમય પછી જીતેલા ધારાસભ્યો સામે તેમની જીતને હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવી છે અને જુદા જુદા સાત જેટલા ધારાસભ્યો સામે હાઇકોર્ટે અત્યાર સુધીમાં નોટિસ ઈશ્યુ કરી છે. અત્યાર સુધીમાં હાઇકોર્ટે કાંતિ અમૃતિયા વિધાનસભાના અધ્યક્ષ શંકરસિંહ ચૌધરી, જીતુ વાઘાણી સહિતના લોકોને નોટિસ ઈશ્યુ કરી છે. આ સંજોગોને ધ્યાનમાં રાખતા જોઈએ તો બીજા વધુ ધારાસભ્ય સામે ઇલેક્શન પિટિશન ફાઈલ થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details