અમદાવાદ : હાથીજણ વિસ્તારમાં બે યુવતીઓના ગુમ થવાના કેસમાં ઘણા લાંબા સમયથી હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જોકે ભૂતકાળમાં આ અરજીમાં હાઈકોર્ટે કેન્દ્રીય અને ગૃહ વિભાગને જવાબ રજૂ કરવા પણ આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં તેમના પિતાએ જે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી હતી. તેને લઈને ગઈકાલે હેબિયર્સ કોપર્સ પર સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં નિત્યાનંદ આશ્રમ કેસમાં પોલીસ સરખી રીતે તપાસ નહીં કરી રહી હોવાનું પણ હાઈકોર્ટે નોંધ્યું હતું, ત્યારે ગઈકાલે સરકાર દ્વારા જ એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું.
સરકારે કોર્ટ સમક્ષ રિપોર્ટ કર્યો રજૂ : સરકાર દ્વારા જે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં બંને યુવતીઓની તપાસ દરમિયાન યુવતીઓ જમાઈકામાં હોવાની વાત સામે આવી હતી. તેમજ આ કેસમાં અત્યાર સુધીમાં કઈ રીતે તપાસ કરવામાં આવી છે. જે પણ તપાસ કરવામાં આવી છે તેનો રિપોર્ટ સરકારે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. એડવોકેટ પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે, સરકારના એફિડેવિટના પગલે અરજદાર તરફથી એવી માંગ કરવામાં આવી હતી કે બંને યુવતીઓ જે દેશમાં હોય ત્યાંની ઓથોરિટી સામે વીડિયો કોન્ફરન્સથી રજૂ કરવામાં આવે. બંને યુવતીઓની શું ઈચ્છા છે તે પણ ધ્યાનમાં રાખવામાં આવે.
આ બંને યુવતીઓ ક્યાં છે : જોકે આ સમગ્ર મામલે હાઇકોર્ટ યુવતીઓના વકીલને કહ્યું હતું કે, બંને યુવતીઓને પહેલા હાજર કરવામાં આવે ત્યારબાદ આ અરજી પરની સુનાવણી હાથ ધરવામાં આવશે. હાલ આ બંને યુવતીઓ ક્યાં છે? તેમનું સરનામું શું છે તેમની વિગત પર રેકોર્ડ ઉપર મૂકો.