ગુજરાત

gujarat

By

Published : Jul 7, 2020, 10:42 PM IST

Updated : Jul 8, 2020, 10:25 AM IST

ETV Bharat / state

ગુજરાત હાઈકોર્ટમાં વધુ 6 કર્મચારી કોરોના પોઝિટિવ, કામગીરી ત્રણ દિવસ સુધી સ્થગિત, નીચલી કોર્ટ રાબેતા મુજબ

ગુજરાત હાઇકોર્ટના જ્યુડિશિયલ વિભાગમાં કામ કરતા કર્મચારીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ શનિવારે નવા 6 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મંગળવારે મોડી સાંજે હાઈકોર્ટે 8 જુલાઈ થી 10 જુલાઈ સુધીની કામગીરી સ્થગિત કરવાની જાહેરાત કરી છે, જોકે નીચલી કોર્ટ નિયમત રીતે ચાલું રહેશે.

હાઈકોર્ટની કામગીરી ત્રણ દિવસ સુધી સ્થગિત, નીચલી કોર્ટ રાબેતા મુજબ ચાલુ રહેશે
હાઈકોર્ટની કામગીરી ત્રણ દિવસ સુધી સ્થગિત, નીચલી કોર્ટ રાબેતા મુજબ ચાલુ રહેશે

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે બહાર પાડેલા જાહેરનામામાં જણાવવમાં આવ્યું છે કે 8, 9 જુલાઈની તમામ મેટરની સુનાવણી 13 અને 14 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે. અગાઉ જ્યુડિશિયલ વિભાગના CFCમાં કામ કરનાર કર્મચારીના કોરોના પોઝિટિવ બાદ અન્ય 6 કર્મચારીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાઇકોર્ટ પરિસરમાં ફફડાટનો માહોલ છવાઈ ગયો છે.

આ તમામ કર્મચારીઓને મેડિકલ સારવાર લેવાની પણ હાઈકોર્ટ તરફથી ભલામણ કરબમાં આવી છે. નોંધનીય છે કે સોમવારથી હાઈકોર્ટ વધુ બેન્ચ સાથે સુનાવણી હાથ ધરવામાં આવવાની હતી જોકે શનિવારે નવા 6 કેસ આવતા હવે ફરીવાર શુ નિણર્ય લેવામાં આવશે તેના પર હાલ સસ્પેન્સ છે.

હાઇકોર્ટે સાવચેતીના ભાગરૂપે આ તમામ કર્મચારીઓના સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓને હોમ-ક્વોરન્ટાઇન થવાનો ગુજરાત હાઈકોર્ટની રજીસ્ટ્રી દ્વારા આદેશ કરાતા હવે નવા સ્ટાફ થકી કામગીરી કરવામાં આવશે કે કેમ એ અંગે હાલ કોઈ નિણર્ય લેવાયો નથી.

ગુજરાત હાઇકોર્ટની રજીસ્ટ્રીએ કોરોના પોઝિટિવ વ્યક્તિની સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ-ક્વોરન્ટાઇન અને ડોક્ટરની સલાહનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ કર્યો છે. હાઇકોર્ટના જે વિભાગમાં વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો છે.

Last Updated : Jul 8, 2020, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details