ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat High Court News : આવા રસ્તા અને ઢોર મુદ્દે સરકારને સીધો સવાલ કરતી ગુજરાત હાઇકોર્ટ, એએમસી રિપોર્ટ આપશે - એએમસી રિપોર્ટ

ચોમેર બિસ્માર રોડ અને રખડતા ઢોરના ત્રાસ મુદ્દે હાઇકોર્ટ દ્વારા તંત્રનો કાન આમળવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ખરાબ રસ્તાઓ અને રખડતા ઢોરની વાસ્તવિક પરિસ્થિતિનો ખુલાસો માગી અહેવાલ રજૂ કરવા માટે નિર્દેશ કર્યો છે.

Gujarat High Court News : બિસ્માર રસ્તા અને રખડતા ઢોરની વાસ્તવિક પરિસ્થિતિ અંગે રિપોર્ટ આપવા ગુજરાત હાઇકોર્ટનો નિર્દેશ
Gujarat High Court News : બિસ્માર રસ્તા અને રખડતા ઢોરની વાસ્તવિક પરિસ્થિતિ અંગે રિપોર્ટ આપવા ગુજરાત હાઇકોર્ટનો નિર્દેશ

By

Published : Mar 28, 2023, 9:34 PM IST

અમદાવાદ : રાજ્યમાં રખડતા ઢોર અને ખરાબ રસ્તા અંગે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ઘણા લાંબા સમયથી સુનાવણી ચાલી રહી છે. ગુજરાત હાઇકોર્ટે કરેલા વિવિધ હુકમો પછી પણ હજુ એ જ સ્થિતિ યથાવત છે ત્યારે આ મુદ્દે આજે વધુ એક વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટ સમક્ષ અરજદાર દ્વારા રાજ્યમાં આવેલા ખરાબ રોડ રસ્તા અને રખડતા ઢોર અંગેની સ્થિતિથી કોર્ટને માહિતગાર કરવામાં આવી હતી.

ખરાબ રસ્તા :ગુજરાતમાં ખરાબ રસ્તા અંગે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યમાં આવેલા વિવિધ રોડ રસ્તાઓની સ્થિતિ વધુને વધુ દર વર્ષે બગડતી જઈ રહી છે. બિસ્માર રોડ રસ્તામાં સુધારો આવવાની જગ્યાએ સ્થિતિમાં ખરાબી જોવા મળી રહી છે. લાખો ટન કપચી અને ડામરનો ઉપયોગ કર્યા બાદ પણ રસ્તાઓની સ્થિતિ ખૂબ જ બિસ્માર હાલતમાં છે.

આ પણ વાંચો Pollution In Sabarmati : સાબરમતી નદીનાં પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો હુકમ

રખડતા ઢોરનો ત્રાસ યથાવત : રખડતા ઢોરના ત્રાસ અંગેની વાત કરવામાં આવે તો સમાચારોમાં પણ રખડતા ઢોરના કારણે લોકોને થયેલી ઇજા અને મૃત્યુના અહેવાલો પણ સામે આવતા હોય છે. હાઇકોર્ટના વિવિધ હુકમો બાદ પણ પ્રશાસન દ્વારા કોઈ પણ યોગ્ય પ્રકારના પગલાં લેવામાં આવતા નથી, એવો અરજદાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. જેના કારણે રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હાઇકોર્ટે નિર્દેશ આપ્યા: આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે લોકોને બિસ્માર રસ્તા અને રખડતા ઢોરથી ક્યારે છૂટકારો મળશે? આ સાથે જ હાઇકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી રખડતા ઢોર અને ખરાબ રસ્તા વિશે વાસ્તવિક સ્થિતિનો ખુલાસો માંગ્યો છે. આ સમગ્ર સ્થિતિ અંગે શું સમગ્ર અહેવાલ છે તે વિશે વિગતવાર માહિતી રજૂ કરો એવો પણ હાઇકોર્ટે નિર્દેશ આપ્યા છે. તો બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ટમાં બાંહેધરી આપવામાં આવી હતી કે રખડતા ઢોરની કામગીરી યથાવત જ છે અને પ્રશાસન પોતાનું કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો New law of Gujarat High Court: રાજ્યમાં રખડતા ઢોર અંગે આવશે નવા કાયદા

વધુ સુનવણી છઠ્ઠી એપ્રિલે :જોકે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે વાસ્તવિક સ્થિતિનો ખુલાસો માંગવામાં આવ્યો છે તે મુદ્દે આગામી સુનાવણી દરમિયાન રિપોર્ટ રજૂ થઈ શકે છે. અમદાવાદ કોર્પોરેશન હવે બચાવમાં રિપોર્ટને લઇને હાઇકોર્ટમાં ઉપસ્થિત રહેશે. આ મામલે વધુ સુનાવણી છઠ્ઠી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે ત્યારે શું ચિત્ર છે તે સ્પષ્ટ થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details