અમદાવાદ : જેલમાં રહી ચૂકેલા કેદીઓને જેલ મુક્તિ બાદ સમાનતાનો હક આપવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટે ચૂકાદો આપ્યો છે. જેમાં જેલમાંથી બહાર આવીને પણ કેદીઓને સમાનતાનો જીવન જીવવાનો અધિકાર છે તેવું હાઇકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું.
હાઇકોર્ટમાં અરજી થઇ હતી : ગુનેગારો જે વર્ષોથી જેલમાં બંધ હોય અને સજા કાપ્યા બાદ સમાજમાં પુનઃસ્થાપિત થવા માંગતા હોય તે અંગે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. 13 વર્ષથી જેલમાં બંધ એવા હત્યાના કેસમાં સજા ભોગવનાર વ્યક્તિને સમાજમાં પોતાના હકથી વંચિત રહેતા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
શું છે સમગ્ર કેસ : આ સમગ્ર કેસોની વિગતો જોઈએ તો વર્ષ 2009 માં આરોપીએ પોતાના પારિવારિક ઝઘડામાં કૌટુંબિક કાકાને આવેશમાં આવીને ચપ્પુ મારીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને લાંબા સમય સુધી આ કેસની ટ્રાયલ ચાલી હતી. ટ્રાયલ બાદ આરોપીને છેલ્લા 13 વર્ષથી જેલમાં હતો. સજા પૂરી થયા બાદ આરોપી જેલમાંથી બહાર આવ્યો હતો ત્યારે તેને પોતાના હક મેળવવા માટે થઈને ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
હાઇકોર્ટનો મહત્ત્વનો ચૂકાદો : ગુજરાત હાઇકોર્ટ આ સમગ્ર મામલે મહત્ત્વના નિર્દેશ આપતા જણાવ્યું હતું કે આ કેસમાં આરોપી છેલ્લા 13 વર્ષ 3 મહિનાની 26 દિવસની સજા ભોગવી ચૂક્યા છે. આટલા વર્ષો બાદ જેલમાંથી બહાર આવ્યા પછી સમાજમાં ઘણી બધી પરિવર્તન આવ્યું હોય છે.જે પણ પરિસ્થિતિમાં બદલાવ આવ્યો હોય છે તેમાં તાલમેલ સાધવું ઘણું મુશ્કેલ બનતું હોય છે ત્યારે આવા સમયમાં કેદી પોતાના તમામ અધિકારો અને હકોથી માહિતગાર થાય તે જરૂરી છે.
નોકરીધંધા વિશે શરૂઆત કરી શકે : જેલના કેદીને જેલ મુક્તિ બાદ સમાનતાથી જીવન જીવવાનો અધિકાર છે. આ સાથે જ જો તેઓ પોતાનું જીવન સુધારીને જીવવા માંગે છે તો સમાજે પણ સહકાર આપવું જોઈએ એવું પણ હાઇકોર્ટ દ્વારા મહત્વનું અવલોકન કરવામાં આવ્યું હતું. આ લોકોને જેટલી પણ માહિતી મળશે તેનાથી સમાજમાં પોતાને પુનઃ પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ થશે અને તે પોતાના હકોથી વંચિત રહેશે નહીં. પોતાના અધિકારો થકી તેઓ નવું સ્ટાર્ટ અપ કે પછી અલગ અલગ નોકરી વિશે બાબતે પણ તેઓ વિચારીને સારી એવી શરૂઆત કરી શકે છે.
પુનઃવસન માટે યોગ્ય તક :આ સમગ્ર મામલે હાઇકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને નિર્દેશ આપ્યા છે કે, સજા કાપી ચૂકેલા લોકો પ્રધાનમંત્રી અને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર થાય તે જરૂરી છે. આ સાથે જ સજા બાદ પણ નાગરિકોને પુનઃવસન માટે યોગ્ય તક મળે એ જરૂરી છે એવો હાઇકોર્ટે હુકમ આપ્યો હતો.
- Rahul Gandhi Defamation Case : પૂર્ણેશ મોદીના વકીલ હર્ષદ ટોળિયાએ હાઇકોર્ટના અવલોકનનું મહત્ત્વ જણાવ્યું
- અસીલના મૃત્યુની જાણ કોર્ટને કરવી વકીલની ફરજ: ગુજરાત હાઈકોર્ટ
- નિવૃત શિક્ષકના મેડીકલ રિઇમ્બર્સને લઈને હાઇકોર્ટનું મહત્વનું અવલોકન, સરકારને આપ્યો આ આદેશ