અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના નવા પાંચ ન્યાયાધીશો માટે 2 માર્ચ 2023ના રોજ સુપ્રીમ કોર્ટની કોલેજીયમે ભલામણ કરી હતી. જે નવા પાંચ ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે. આ પાંચ ન્યાયાધીશોમાં સુસાન પિન્ટો, હસમુખ સુથાર, જીતેન્દ્ર દોશી, મંગેશ મેંગડે, દિવ્યેશ જોશીનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, આ પાંચ ન્યાયાધીશોમાંથી ત્રણ ગુજરાતી ન્યાયાધીશ છે. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજ્જુ એ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.
ઠરાવમાં ન્યાયાધીશોને લઈને જણાવવામાં આવ્યું : સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત હાઇકોર્ટ માટે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ અને બે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણુક કરવામાં આવે છે. સૌ કોઈની સર્વ સંમતિથી 26 સપ્ટેમ્બર 2022ના રોજ આ નામોની ભલામણ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્યપાલે પણ ભલામણ સાથે સંમતિ દર્શાવી હતી એવું ઠરાવમાં જણાવવામાં આવ્યું છે.
ન્યાયાધીશો અનુભવી : કોલેજીયમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તમામ ભલામણ કરનારાઓ ન્યાયાધીશો અનુભવી અને ન્યાયિક અધિકારીઓ છે. સુપ્રીમ કોર્ટની કોલેજે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા આપવામાં આવેલા ઈનપુટ અને ફાઈલમાં ન્યાય વિભાગ દ્વારા કરવામાં આવેલા તમામ અવલોકનો સહિત રેકોર્ડ પર મૂકવામાં આવેલી સામગ્રીની પણ ચકાસણી અને મૂલ્યાંકન કર્યું હતું. કોલેજીયમે એ પણ નોંધ્યું હતું કે, IB અભિપ્રાય આપ્યો છે કે તમામ ન્યાયાધીશો વ્યવસાયિક દ્રષ્ટિએ સારા અભિગમ ધરાવે છે. આ સાથે જ તેઓ પ્રામાણિક તેના સંદર્ભમાં પણ કંઈ પણ પ્રતિકૂળ આવે એવું નથી.