અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ દ્વારા નાગરિકોની કાયદાકીય સુખ અને સુવિધા માટે હંમેશા નવીનતમ પહેલ કરતી આવી છે. હાઇકોર્ટ દ્વારા વધુ એક સરહારનીય પગલું લેવામાં આવ્યું છે. હાઇકોર્ટ દ્વારા આરટીઆઇ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. જેની મદદથી હવે લોકો હાઇકોર્ટ, જિલ્લા કોર્ટ ,તાલુકા કોર્ટ, સહિતની તમામ કોર્ટ માટે આરટીઆઇ અરજીઓ આરટીઆઇની ફર્સ્ટ અપીલ ઓનલાઇન કરી શકશે.
પોર્ટલ લૉંચઃ ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ દ્વારા આ આરટીઆઇ પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલમાં હવે રાજ્યની કોઈ પણ કોર્ટમાંથી ઓનલાઇન આરટીઆઈ અરજીઓ કરી શકાશે. આ સાથે જ આ અરજી કરવા માટે જે પણ ફી ચૂકવવાની થશે. તે પણ ઓનલાઇન જ ભરી શકાશે. આ આરટીઆઈ પોર્ટલને ગુજરાત હાઇકોર્ટની ઓફિસિયલ વેબસાઈટ પરથી જ એક્સેસ કરી શકાશે. આ સાથે જ આરટીઆઈ ની જેટલી પણ અરજીઓની સુનાવણી થશે.
ઈમેઈલથી જાણકારીઃ અરજીની તમામ માહિતી અરજી કરનાર અને પક્ષકારોને પણ એસ.એમ.એસ અને ઇમેલથી જાણ કરાશે અને બધી જ માહિતી તેઓને ઓનલાઈન ઉપલબ્ધ થશે. અરજદારોને અરજીનો જવાબ પણ ઓનલાઇન મળી રહેશે. કોઈપણ અરજદારે અરજી કરવા માટે આરટીઆરટીઆઇ પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અરજદારે ઇમેલ અને મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરી શકશે.
RTIનો ચાર્જ રહેશેઃ રજીસ્ટ્રેશન બાદ અરજદાર ઓનલાઈન આરટીઆઇ કરી શકશે. અરજદાર એ રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ અંતર્ગત નિયત ચાર્જ ચૂકવવાનો રહેશે. એસબીઆઇ દ્વારા ઓનલાઈન ચુકવણી થઈ શકશે. અરજદારની અરજીનો પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર દ્વારા જવાબ પણ ઓનલાઇન આપવામાં આવશે. આ સાથે જ આ પોર્ટલમાં એક ખાસ વાત એ પણ મૂકવામાં આવી છે કે આ અરજીઓમાં જે પણ સરકારી વકીલ દ્વારા જવાબ રજૂ કરવામાં આવશે.
ઓનલાઈનની સવલતઃ RTIની ફર્સ્ટ અપીલના જે પણ જવાબ અને ઓર્ડર પર અપલોડ કરવામાં આવશે. ઓટોમેટીક આરટીઆઈ અપ્લેટ ઓથોરિટીને ઇમેલ પણ થઈ જશે. જો આરટીઆઈ ની અરજી કરનાર કોઈપણ વ્યક્તિ ગરીબી રેખાથી નીચેના હશે અથવા તો તે કેટેગરીમાં આવતા હશે. તેમને બી.પી.એલ કાર્ડ કે સર્ટિફિકેટ પણ ઓનલાઇન જ રજૂ કરવાના રહેશે.
- Gujarat High Court: ધ્વનિ પ્રદૂષણ અને લાઉડ સ્પીકરના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વધુ એક અરજી, જીપીસીબીને નોટિસ
- Gujarat High Court News : આજીવન કેદની સજા મોકૂફ રાખતી ગુજરાત હાઇકોર્ટ, નિવૃત્ત આઈએએફ અધિકારીઓને રાહત