અમદાવાદઃ ગુજરાતના નાગરિકો માટે એક આનંદના સમાચાર છે. હવેથી હાઇકોર્ટના ચુકાદાઓ હાઇકોર્ટની વેબસાઈટ પર ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ થશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે નિર્ણય કર્યો છે કે, હાઈકોર્ટના ચુકાદાઓ હવે પ્રાદેશિક ભાષામાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટના ચુકાદા હવે HCની વેબસાઈટ પર ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ થશે - જજમેન્ટ ઇન ગુજરાતી
ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ હવે હાઇકોર્ટની વેબસાઈટ પર ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ થશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે નિર્ણય કર્યો છે કે, હાઈકોર્ટના ચુકાદાઓ હવે પ્રાદેશિક ભાષામાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
અત્યાર સુધી આ ચુકાદાઓ ફક્ત અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ હતા, પરંતુ સામાન્ય નાગરિક પણ સામાજિક મુદ્દાઓ પર કોર્ટનું જજમેન્ટ જાણી શકે અને સમજી શકે તે માટે ટ્રાન્સલેશન સોફ્ટવેરની મદદથી તેમાં સુધારા કર્યા બાદ આ મુદ્દાના ચુકાદાઓને હાઈકોર્ટની વેબસાઇટ પર મુકવામાં આવશે. આ નિયમને 2જી ઓકટોબરથી એટલે કે મહાત્મા ગાંધીના જન્મ દિવસથી લાગુ કરી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ભાષામાં મુકાતા ચુકાદાઓ ફક્ત વિષયવસ્તુને જાણવા ખાતર હશે, બાકી કાયદાકીય રીતે અંગ્રેજી ભાષાના ચુકાદાઓ જ આખરી ગણવામાં આવશે. ગુજરાતી ભાષામાં ચુકાદાઓને જોવા માટે હાઇકોર્ટની વેબસાઈટ પર જજમેન્ટ ઇન ગુજરાતી કરીને વેબ પેજ એક્સેસ પણ મુકવામાં આવશે.