અમદાવાદ :ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતમાં વિવિધ 68 જજોને ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ પ્રમોશનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું. જોકે હવે ગુજરાત હાઇકોર્ટે 68માંથી 40 જજોના પ્રમોશન રદ કરી દેવામાં આવ્યા છે અને 28ને રાહત આપવામાં આવી છે, એટલે કે 28 લોકોને પ્રમોશન મળ્યું છે. સુપ્રીમ કોર્ટેના આદેશ બાદ ગુજરાત હાઇકોર્ટે આજે એક લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં 40 જજોની જૂની જે પોઝિશન હતી તે યથાવત રહેશે અને બાકીના 28 લોકોને પ્રમોશન આપવામાં આવ્યું છે.
શું છે સમગ્ર મામલો :આ સમગ્ર બનાવની વિગતો જોઈએ તો ગુજરાતના જિલ્લા અદાલતોમાં કુલ 68 જજની પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેમાં 68 જજોના પ્રમોશનને સિનિયર સિવિલ જજ કેડરના અધિકારી રવિ કુમાર મહેતા અને સચિન પ્રજાપતિ મહેતા તેમણે આ પ્રમોશનને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું હતું. જેમાં તેમણે રજૂઆત કરી હતી કે, પરીક્ષામાં તેમનાથી ઓછા માર્ક્સ લાવનારા જજોને જિલ્લા જજની કેડરમાં પસંદ કરી લેવામાં આવ્યા છે. એમણે આ માર્ક્સમાં ક્વોટા આધારે સંપૂર્ણ માર્કસ મેળવવા હોવા છતાં પણ તેમને પ્રમોશન આપવામાં આવ્યું નથી. તેથી આ તમામ બાબત અયોગ્ય છે.
કોર્ટે નોટિસ જાહેર કરી : સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એમ.આર. શાહે તમામ બાબતોની સુનાવણી બાદ આદેશમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે પિટિશન પેન્ડન્સી દરમિયાન નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ત્યારબાદ કોર્ટે નોટિસ જાહેર કરી હતી. અમે હાઇકોર્ટ અને સરકારના નોટિફિકેશન પર રોક લગાવીએ છીએ. તેથી સંબંધિત બઢતી તેના મૂળ પોસ્ટ પર મોકલવામાં આવે છે.