અમદાવાદઃગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ (High Court Justice Samir Dave) સમીર દવેએ મંગળવારે 2002ના ગુજરાત રમખાણો અંગે નિર્દોષ લોકોને દોષિત ઠેરવવા પુરાવાના કથિત બનાવટના કેસના સંબંધમાં કાર્યકર તિસ્તા સેતલવાડની નિયમિત જામીન અરજીની સુનાવણીમાંથી (Gujarat high Court Teesta Case hiring) પોતાને બાજુએ મૂકી દીધા છે. જસ્ટિસ સમીર દવે પાસે આ મામલો આવ્યો એ પહેલા જ તેમણે કોઈ પ્રકારનું કારણ આપ્યા વગર પોતાને આ કેસથી દૂર કરી દીધા છે. સેતલવાડને તારીખ 2 સપ્ટેમ્બરે સુપ્રીમ (Supreme court of india) કોર્ટે વચગાળાના જામીન આપી દીધા હતા. જેના કારણે તેઓ અત્યારે જેલની બહાર છે.
તિસ્તા સેતલવાડ કેસમાં હાઈકોર્ટના જજે કારણ આપ્યા વગર પોતાને દૂર કર્યા - IPS Sanjeev Bhatt
તિસ્તા સેતલવાડ કેસમાં (Teesta setalvad case Ahmedabad) એક નવો વળાંક જોવા મળ્યો છે. જેમાં કોર્ટ સંબંધી મામલામાંથી હાઈકોર્ટના ન્યાયાધીશ ખસી ગયા છે. જોકે, આ પાછળનું કોઈ કારણ સામે આવ્યું નથી. પણ આ વળાંકથી કેસની ચર્ચા ફરીથી જોરશોરથી શરૂ થઈ ગઈ છે.
સુપ્રીમ સુધી પડઘાઃ તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્યોને SIT તરફથી આપવામાં આવેલી ક્લીનચીટને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સેતલવાડ, પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમાર અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સામે FIR નોંધી હતી. વર્ષ 2002 પછી ગોધરા રમખાણોના કેસોમાં મામલો ખૂબ ગરમાયો હતો અને સુપ્રીમ કોર્ટ સુધી પડઘા પડ્યા હતા. સેતલવાડ અને સહ-આરોપી શ્રીકુમારને તારીખ 25 જુલાઈના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટે તારીખ 30 જુલાઈના રોજ તેમની જામીન અરજીઓ ફગાવી દીધી હતી. ત્યારબાદ તેઓએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન સેતલવાડે સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવ્યા હતા.
જામીન પર મુક્તઃ બાદમાં હાઈકોર્ટે શ્રીકુમારને વચગાળાના જામીન પર મુક્ત કર્યા હતા. હાઈકોર્ટની બીજી બેન્ચે સેશન્સ કોર્ટ દ્વારા તેમની નિયમિત જામીન અરજીના નિકાલ સુધી પેન્ડિંગ શ્રીકુમારના વચગાળાના જામીન દસ દિવસ માટે લંબાવ્યા હતા. સેતલવાડ અને બે ભૂતપૂર્વ IPS અધિકારીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ફોજદારી, કેપિટલ ગુના, ગુનાહિત કાવતરું વગેરે માટે દોષિત ઠરાવવાના ઈરાદાથી ખોટા પુરાવા આપવા અથવા બનાવટ કરવા સંબંધિત કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો હતો.