ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat High Court Issues Notice : ગિરનાર પર્વતને લઇને ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢ કોર્પોરેશનને પાઠવી નોટિસ - હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court Issues Notice )જૂનાગઢ કોર્પોરેશનને નોટિસ પાઠવી (Gujarat High Court Issues Notice to junagadh Corporation )ગિરનાર પર તાત્કાલિક સફાઈ કરવાનો આદેશ (Orders Immediate Cleaning on Girnar )આપ્યો છે.

Gujarat High Court Issues Notice : ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો આદેશ, શબરીમાલા અને વૈષ્ણોદેવીનું ઉદાહરણ
Gujarat High Court Issues Notice : ગિરનાર પર્વત પર ગંદકી મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો આદેશ, શબરીમાલા અને વૈષ્ણોદેવીનું ઉદાહરણ

By

Published : Feb 3, 2023, 5:01 PM IST

અમદાવાદ : જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેય અને અંબાજી મંદિરની આસપાસ ગંદકી મુદ્દે જે હાઇકોર્ટમાં પિટિશન ફાઈલ થઈ છે તેમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે, તાત્કાલિક ધોરણે ગિરનાર પર્વત પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે. તેમજ પ્રાકૃતિક સ્થળો પર કોઈપણ પ્રકારની સ્વચ્છતા મુદ્દે બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.

જાહેરહિતની અરજી :વિશ્વપ્રસિદ્ધ ગિરનાર પર્વત ઉપર ગંદકી મુદ્દે જે જાહેરહિતની અરજી હાઇકોર્ટમાં ફાઇલ કરવામાં આવી છે. તેમાં અરજદાર દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી. તે રજૂઆતને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન હાથ ધરવા માટે આદેશ આપ્યો છે. જેમાં પ્લાસ્ટિક સહિતની ગંદકીની તત્કાલ સફાઈ કરવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો ગિરનાર પર્વત પર ગંદકીથી કંટાળી અરજદારે ખખડાવ્યા HCના દ્વાર, કહ્યું - આજે પણ નથી આવ્યો ઉકેલ

શબરીમાલા અને વૈષ્ણોદેવીનું ઉદાહરણ : ગિરનાર પર ગંદકીની આ અરજીની સુનાવણી ઉપર ગુજરાત હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું હતું. હાઇકોર્ટ સરકારને ઠપકો આપતા કહ્યું હતું કે તમારે શબરીમાલા અને વૈષ્ણોદેવી મંદિરની સ્વચ્છતા જોઈને બોધપાઠ લેવો જોઈએ.

હાઇકોર્ટે આકરું વલણ અપનાવ્યું :વધુમાં કહ્યું કે ગુજરાતના ધાર્મિક સ્થળોમાં પણ આવી સાફસફાઈ હોવી જોઈએ. આ સાથે જ હાઇકોર્ટે એ પણ જણાવ્યું હતું કે સ્વચ્છતા મામલે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. ગિરનાર પરના અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિરની આસપાસ ખૂબ જ વધારે ગંદકી છે. ત્યાં રિઝર્વ ફોરેસ્ટ એરિયાના કામગીરી સામે પણ હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો Illegal Slaughter Houses in Ahmedabad : ગેરકાયદે કતલખાના અને દુકાનો બંધ અંગેના સરકારના રિપોર્ટ સામે ગુજરાત હાઇકોર્ટને શંકા

ગંદકીથી દર્શનાર્થીઓને તકલીફ : આ ગંદકીના કારણે અંબાજી મંદિર અને દત્તાત્રેય મંદિરના મુલાકાતીઓને લીધે જે તકલીફ પડી રહી છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. શબરીમાલા અને વૈષ્ણોદેવી પ્રકારની સાફસફાઈની યોગ્ય વ્યવસ્થા ગુજરાતના ધાર્મિક સ્થળોમાં પણ કરવામાં એવી હાઇકોર્ટે ટકોર કરી હતી.

જૂનાગઢ મનપા અને જૂનાગઢ કલેક્ટરને નોટિસ :આ સમગ્ર મામલે હાઇકોર્ટ ચીફ સેક્રેટરી, જૂનાગઢ મનપા અને જૂનાગઢ કલેક્ટરને નોટિસ પાઠવી છે. તેમજ તાત્કાલિક ધોરણે તંત્રને સફાઈ કરવાના પણ આદેશ આપ્યા છે. આ અંગે વધુ સુનાવણી માર્ચ મહિનામાં હાથ ધરવામાં આવશે.

આરોગ્ય સામે પણ ગંભીર જોખમ : મહત્વનું છે કે ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેય અને અંબાજી મંદિર આસપાસ જામેલા કચરાના ઢગલા અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણના મુદ્દે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે રજૂઆત કરી હતી કે અનેકવાર જૂનાગઢ કલેક્ટર ચીફ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં અનેક રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. પવિત્ર ધાર્મિક સ્થાનો આસપાસની આ સ્થિતિના લીધે દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓના આરોગ્ય સામે પણ ગંભીર જોખમ ઊભું થઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details