અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોશિયન( Breaking the rules by live streaming )દ્વારા હાઇકોર્ટના મુખ્ય ચીફ જસ્ટીસ અરવિંદ કુમારને એક પત્ર લખીને લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા નિયમોનો ભંગ થઈ રહ્યો છે એવી રજૂઆત(HC notification regarding live streaming ) કરતો પત્ર લખવામાં આવ્યો છે.
લોકોમાં ખૂબ જ વિપરીત અસર -Youtube પરની કેટલીક ચેનલો ઉપરાંત instagram અને ફેસબુક પેજ ઉપર પણ કેટલાક માધ્યમો દ્વારા અનઅધિકૃત રીતે હાઇકોર્ટની લાઈવ સ્ટ્રીમિંગનો અને સુનાવણીના ક્લિપ્સ બનાવીને ફરતી કરવામાં આવી રહી છે જે લાઈવ સ્ટ્રીમિંગના વિપરીત છે. તે ઉપરાંત સોશિયલ મીડિયામાં જે ક્લિપ્સ ફરી રહી છે તેને ખૂબ જ સંસનાટી અને તેની ટેગ લાઈન ચકચારી આપતા હોય છે જેના લીધે લોકોમાં ખૂબ જ વિપરીત અસર જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃઓનલાઇન દવા વેચતી 13 કંપનીઓ વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન
નિયમોનો સરેઆમ ભંગ -લાઈવ સ્ટ્રીમિંગના નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે જેના લીધે વકીલ અને જે પણ અસીલ હોય છે તે બંનેની શાકને નુકસાન પહોંચે છે તેથી નિયમોની કડક અમલવારી સુનિશ્ચિત કરવા અને અનઅધિકૃત રીતે હાઇકોર્ટની ક્લિપ્સ ફેરવનારાઓ સામે સુઓમોટો કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
વકીલોની ઈમેજ જ બગાડવામાં આવી -સાથે સાથે એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે લાઈવ સ્ટ્રીમિંગ નિયમો મુજબ મેટ્રીમોનીયલ પોકસો અને હેબિયસ કોપર્સ જેવા કેસોનું લાઈવ સ્ટ્રીમિંગ ન થવું જોઈએ. તેમ છતાં એ થાય છે જેનું દૂર ઉપયોગ થઈ રહ્યો છે જેમાં વકીલ અને અસીલ બંનેની ઓળખ છુપી રહેતી નથી અને તેના લીધે રાઇટ ટુ પ્રાઇવેસીના હકોનો પણ ભંગ થાય છે. કેટલીક જ સોશિયલ મીડિયામાં ક્લિપ્સમાં હેડિંગ તો એવા અપાય છે કે જેમાં વકીલોની ઈમેજ જ બગાડવામાં આવી હોય છે.
આ પણ વાંચોઃJudgment of Gujarat High Court : વારસાઈ મિલકત માટે પુત્રના પિતા સાથેના સારા સંબંધોના આવા પુરાવા અમાન્ય રહ્યાં
ઓનલાઇન સુનવણી કરવામાં આવી -મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટે જે મહત્વનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેમાં આદેશ કરવામાં આવ્યું છે કે હવે જો કોઈ કોર્ટના આદેશનો અનાદર કરશે અને વિડીયો વાયરલ કરનાર સામે પગલાં લેવાનું પણ પોતે આદેશમાં સૂચવ્યું છે. હવે સોશિયલ મીડિયામાં વાયરલ થતા લાઈવ સ્ટ્રીમિંગના વિડીયો પર કોર્ટ રોક લગાવી અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસે આ અંગે કડક વલણ પણ અપનાવ્યું છે. મહત્વનું છે કે લાઈવ સ્ટ્રીમિંગ અને જીવન પ્રસારણ કરનારી ગુજરાત હાઇકોર્ટે સમગ્ર દેશમાં પહેલી છે જેણે કોરોના કાળમાં લોકડાઉન બાદ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઓનલાઇન સુનવણી કરવામાં આવી હતી.