અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ગુજરાતમાં જિલ્લા ન્યાયાધીશની 57 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. જિલ્લા ન્યાયાધીશની જગ્યા પર લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. ઓનલાઈન અરજી માટે ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટની અધિકૃત વેબસાઈટ hc-ojas.gujarat.gov.in પર ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 માટેનું ઓનલાઈન અરજી ફોર્મ 5 મે, 2023 સુધી ભરી શકશે.
કેવી રીતે થશે પસંદગી: ગુજરાત હાઈકોર્ટ જિલ્લા ન્યાયાધીશની જગ્યા માટે ઉમેદવારોની પસંદગી માટે લેખિત કસોટી અને ઈન્ટરવ્યુ લેશે. લેખિત પરીક્ષાના બે ભાગ હશે. પ્રારંભિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા. ગુજરાત હાઈકોર્ટ ડિસ્ટ્રિક્ટ જજની ભરતી માટેની પ્રાથમિક પરીક્ષા 11 જૂનના રોજ લેવામાં આવશે. અને મુખ્ય લેખિત પરીક્ષા 16 જુલાઈના રોજ લેવામાં આવશે. મુખ્ય પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. જે સપ્ટેમ્બર 2023માં યોજાશે.
આ પણ વાંચો:Rajkot News : 26 વર્ષથી કાયમી ભરતી ન થતાં થાળી વગાડીને સફાઈ કામદારોએ કર્યા વિરોધ