ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત હાઈકોર્ટઃ કોરોના સંક્રમણની ચેઈનને તોડવા રાજ્યભરમાં 3-4 દિવસનો કરફ્યૂ હિતાવહ - Corona curfew

રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને કારણે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સરકારને કહ્યું હતું કે, કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલા લેવા જરૂરી છે. કોરોનાના સંક્રમણની ચેઈનને તોડવી પણ જરૂરી છે. તેમણે રાજ્ય સરકારને સલાહ આપતાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે રાજ્ય સરકારે ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ લાદવો જોઈએ અને વિકેન્ડ કરફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે તેવી પણ ટકોર કરી હતી. લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું નામદાર હાઇકોર્ટે અવલોકન કર્યું હતું.

ગુજરાત હાઈકોર્ટઃ કોરોના સંક્રમણની ચેઈનને તોડવા રાજ્યભરમાં 3-4 દિવસનો કરફ્યુ હિતાવહ
ગુજરાત હાઈકોર્ટઃ કોરોના સંક્રમણની ચેઈનને તોડવા રાજ્યભરમાં 3-4 દિવસનો કરફ્યુ હિતાવહ

By

Published : Apr 6, 2021, 3:35 PM IST

Updated : Apr 6, 2021, 8:54 PM IST

  • કોરોના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાની જરૂર છે
  • રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ કરવા અને વિકેન્ડ કરફ્યૂ લાદવા બાબતે સરકારને સલાહ
  • લોકડાઉનની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઈકોર્ટનું અવલોકન
  • એક દિવસમાં 700થી વધુ કેસ નોંધાવા અમદાવાદ માટે ખરાબ પરિસ્થિતિ -હાઇકોર્ટ

અમદાવાદઃ કોરોનાના વધતા કેસો પર પોતાની ચિંતા વ્યક્ત કરતાં જસ્ટિસ વિક્રમનાથએ કહ્યું હતું કે, 700થી વધુ કેસ અમદાવાદ માટે ખરાબ પરિસ્થિતિનો સંકેત કરે છે. કેટલાક લોકો કહે છે કે, આ સાચુ નથી પરંતુ જો 700 આંકડા સરકાર આપે છે તો તે પણ ઓછા નથી.

2જી માર્ચથી કોરનાના કારણે પરિસ્થિતિ બગડી- ચીફ જસ્ટિસ

ચીફ જસ્ટિસ વિક્રમનાથે સરકારને ટકોર કરતાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની સ્થિતિ સામાન્ય રહી હતી. પરંતુ માર્ચના બીજા અઠવાડિયાથી પરિસ્થિતિ વધુ બગડી છે અને હવે કોરોનાના કારણે મૃત્યુ આંકડાઓ પણ વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચોઃસરકારે હાઇકોર્ટમાં કહ્યું: કોરોના લક્ષણવગરના દર્દીઓને ટેસ્ટિંગની જરૂર નથી

નો મીટિંગ નો પોલિટિકલ ફંકશન હાઇકોર્ટની સ્પષ્ટ વાત

લોકોના મેળાવળાને કારણે કોરોનાનું સંક્રમણ વધી જતાં હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે કે, પબ્લિક સ્થળ પર લોકો ભેગા થતા હોય ત્યાં ચોક્કસ નિર્દેશો સાથે ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં આવે અને નો પોલિટિકલ ફંકશન, નો મીટિંગની સ્પષ્ટ વાત હાઈકોર્ટે સરકારને કહી દીધી છે. કોર્ટમાં પણ ન્યાયાધીશથી લઈને અન્ય સ્ટાફ સુધી કોરોના ફેલાયો છે. કોર્ટે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રોજ આઠથી નવ સ્ટાફને કોરોના પોઝિટિવ આવે છે. આ ઉપરાંત ન્યાયાધીશો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેના પરિવારજનોને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. પરંતુ તેમનો આંકડા હાલ ઉપલબ્ધ નથી.

હાઈકોર્ટનો રાજ્ય સરકારને સવાલ- કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે સરકાર શું કરી રહી છે?

જસ્ટિસ ભાર્ગવ કારિયાએ સવાલ કર્યો હતો કે, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર કોન્ટેકટ ટ્રેસિંગ માટે શું કરી રહી છે? સરકાર આ માટે કઈ મેથોડોલોજીનો ઉપયોગ કરી રહી છે, તે જણાવવા સરકારને કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃહાઇકોર્ટના નિર્દેશથી દિનુ બોઘાએ પરિવારના કોરોના પોઝિટિવ સભ્યો સાથે વીડિયો કોન્ફરેન્સથી વાતચીત કરી

Last Updated : Apr 6, 2021, 8:54 PM IST

ABOUT THE AUTHOR

...view details